For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહાર ચૂંટણી પહેલાં જ દિગ્ગજ નેતા દુલારચંદ યાદવની ગોળી મારી હત્યા

05:35 PM Oct 31, 2025 IST | admin
બિહાર ચૂંટણી પહેલાં જ દિગ્ગજ નેતા દુલારચંદ યાદવની ગોળી મારી હત્યા

પ્રથમ તબક્કાના મતદાનના 6 દિવસ પહેલાં, મોકામામાં જનસુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હત્યાના આરોપો મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહના સમર્થકો પર લાગ્યા છે.

Advertisement

દુલારચંદ યાદવ મોકામાથી જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શી ઉર્ફે લલ્લુ મુખિયા માટે પ્રચાર કરી રહ્યા હતા અને અનંત સિંહ વિરુદ્ધ નિવેદનબાજી કરતા હતા. લાલુ યાદવના નિકટના રહેલા દુલારચંદનો રાજકીય પ્રભાવ તેમના ગુનાહિત ઇતિહાસને કારણે પણ હતો, જેમની પટાલથ વિસ્તારમાં મજબૂત પકડ હતી. 2019માં પટના પોલીસે તેમની કુખ્યાત બદમાશ તરીકે ધરપકડ કરી હતી.

દુલારચંદ યાદવની હત્યા તેમના જન્મસ્થળ તારતર ગામમાં થઈ, જોકે તેઓ હાલમાં બાઢમાં રહેતા હતા. પટના જિલ્લાના ઘોષબરી અને બાઢ પોલીસ સ્ટેશનોમાં તેમની સામે અનેક કેસ નોંધાયેલા હતા અને તેમને પહેલવાનીનો પણ શોખ હતો.

Advertisement

દુલારચંદ યાદવ (જે ધાનુક સમાજના લલ્લુ મુખિયા ઉર્ફે પીયૂષ પ્રિયદર્શી માટે પ્રચાર કરી રહ્યા હતા) પર ગુરુવારે મોકામામાં લાકડીઓ/ડંડાઓથી હુમલો થયો અને ત્યારબાદ તેમને ગોળી મારવામાં આવી. લલ્લુ મુખિયાએ આ હત્યા માટે અનંત સિંહના સમર્થકો પર સીધો આરોપ લગાવ્યો છે.

બીજી તરફ ગઉઅ ઉમેદવાર અનંત સિંહે દાવો કર્યો કે જ્યારે તેમનો કાફલો પસાર થઈ રહ્યો હતો, ત્યારે દુલારચંદના માણસોએ તેમના સમર્થકો પર હુમલો કર્યો અને આ દરમિયાન ભીડમાં કોઈએ ગોળી ચલાવી દીધી. અનંત સિંહે વળતો આરોપ લગાવતા કહ્યું કે આ હત્યાકાંડ સૂરજભાન સિંહનો ખેલ છે, જેમણે ચૂંટણીમાં નુકસાન પહોંચાડવાના ઈરાદે દુલારચંદ યાદવની હત્યા કરાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement