ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અકબરના નામે પેશાબ, બાબર પર પીંછડો

06:16 PM Feb 22, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

કેટલાક ગરીબ મુસ્લિમોને બાંગ્લાદેશી કહીને કચરો ઉપાડનાર અને કોંગ્રેસના નેતા ક્ધહૈયા કુમારને થપ્પડ મારનાર દક્ષ ચૌધરી તેની હરકતોથી આજ આવી રહ્યા નથી. છત્રપતિ શિવાજી પર આધારિત ફિલ્મ છાવા જોયા બાદ તેણે દિલ્હીના અકબર રોડના સાઈન બોર્ડ પર પેશાબ કર્યો હતો અને બાબર રોડના સાઈન બોર્ડને કાળા કરી નાખ્યા હતા.

દક્ષે તેના કેટલાક મિત્રો સાથે મળીને આ સાઈન બોર્ડ પર શિવાજીના પોસ્ટરો ચોંટાડ્યા અને દૂધનો અભિષેક કર્યો. આ દરમિયાન તેઓ સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા અને ધમકી આપી હતી કે જો આ રસ્તાઓના નામ નહીં બદલાય તો તેઓ બોર્ડ ઉખાડીને લઈ જશે.
દક્ષ અને તેના સહયોગીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોતાને ગાય રક્ષક ગણાવતો દક્ષ એક વીડિયોમાં અકબર રોડના સાઈન બોર્ડ પર પેશાબ કરતો જોવા મળે છે. આ પછી તેઓએ બોર્ડમાંથી અકબરનું નામ ભૂંસી નાખ્યું અને ત્યાં શિવાજીનું પોસ્ટર લગાવ્યું. અન્ય એક વિડિયોમાં બાબર રોડના બોર્ડ પર કાળા વાવટા જોવા મળી રહ્યા છે. આના પર તેઓએ શિવાજીના પોસ્ટર પણ ચોંટાડ્યા હતા. આ દરમિયાન તેણે છાવા ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો.

દક્ષ ચૌધરી કહે છે, આજથી અકબર રોડનું નામ છત્રપતિ શિવાજી માર્ગ છે. જો તમે રાષ્ટ્રવાદી સરકાર છો તો આ રોડનું નામ જલદી બદલો. અમે દેશદ્રોહી નથી કે અમે એવું કંઈ કરી રહ્યા નથી. આપણે જ એવા છીએ કે જેમણે આપણા પૂર્વજોની જેમ આપણા ધર્મ માટે, શિવાજી મહારાજનું લોહી નીકળ્યું તે તમે બધાએ ફિલ્મ છાવમાં જોયું જ હશે. તેની આંખોમાં ગરમ સળિયા નાખવામાં આવ્યા હતા અને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આજે આપણું લોહી ઉકળી રહ્યું છે. આ દેશની અંદર અકબર, બાબર, શાહજહાં, હુમાયુના નામો ભૂંસાઈ જશે. તેના પર કેસ કરીને તેને જેલમાં ધકેલી દો, અમે દરેક રીતે તૈયાર છીએ. આ વખતે પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે, નામ નહીં બદલાય તો બોર્ડ ઉપાડી કટરમાં લગાવીશું.

દક્ષ આ પહેલા પણ ઘણી વખત વિવાદોમાં આવી ચૂક્યો છે. તેની સામે દિલ્હીમાં ઘણા કેસ નોંધાયેલા છે અને તે એકથી વધુ વખત જેલમાં જઈ ચૂક્યો છે. હાલ તે જામીન પર બહાર છે. લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે કોંગ્રેસના નેતા ક્ધહૈયા કુમારને થપ્પડ મારી હતી. તે જ સમયે, થોડા મહિનાઓ પહેલા, દિલ્હીમાં કેટલાક ગરીબ મુસ્લિમ લોકોને બાંગ્લાદેશી કહીને મારવામાં આવ્યા હતા.

Tags :
indiaindia newsvideo viral
Advertisement
Next Article
Advertisement