For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વકફ મુદ્દે JPC બેઠકમાં હંગામો, માર્શલ બોલાવવા પડ્યા, ઓવૈસી-કલ્યાણ સહિત વિપક્ષના 10 સાંસદો સસ્પેન્ડ,

01:40 PM Jan 24, 2025 IST | Bhumika
વકફ મુદ્દે jpc બેઠકમાં હંગામો  માર્શલ બોલાવવા પડ્યા  ઓવૈસી કલ્યાણ સહિત વિપક્ષના 10 સાંસદો સસ્પેન્ડ

Advertisement

વકફ સુધારા બિલ પર જેપીસીની બેઠકમાં હોબાળો થયો છે. આ હોબાળો જોઈને માર્શલને બોલાવવામાં આવ્યા હતા. અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 વિપક્ષી સાંસદોને એક દિવસ માટે JPC સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદોનો આરોપ છે કે તેમના મંતવ્યો સાંભળવામાં આવતા નથી. આ પહેલીવાર નથી કે જેપીસીની બેઠકમાં હંગામો થયો હોય. આ પહેલા પણ આ બેઠકમાં વિવાદો થયા છે. વકફ પર જેપીસીની આ બેઠક બે દિવસ સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસી રિપોર્ટ 27 કે 28 જાન્યુઆરીએ સબમિટ કરવામાં આવી શકે છે.

બેઠકમાં હોબાળા બાદ તમામ 10 વિપક્ષી સાંસદોને વક્ફ સુધારા બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ, એમ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક, ઈમરાન મસૂદનો સમાવેશ થાય છે.

Advertisement

આ હોબાળો જોઈને માર્શલ બોલાવવામાં આવ્યું. ત્યારબાદ જેપીસી પ્રમુખ જગદંબિકા પાલ દ્વારા વિપક્ષના અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષના સાંસદોનો આક્ષેપ છે કે, 'અમારી વાત નથી સાંભળવામાં આવતી.' વકફ સુધારા બિલ મુદ્દે JPCની આ બેઠક બે દિવસ ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 27 અથવા 28 જાન્યુઆરીએ JPC દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે.

ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જે બાદ અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. TMC, DMK, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓને JPCમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

https://x.com/PTI_News/status/1882690418456068474

વક્ફ સુધારા બિલ 2024 પર સંસદ સંકુલમાં યોજાયેલી જેપીસીની બેઠક પર કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, 'બેઠકમાં અઘોષિત કટોકટી જેવું વાતાવરણ ચાલી રહ્યું છે. અધ્યક્ષ આ બેઠકને આગળ લઈ રહ્યા છે અને તેઓ કોઈનું સાંભળી રહ્યા નથી. અમને કહેવામાં આવ્યું હતું કે 24 અને 25 જાન્યુઆરીએ બેઠક યોજાશે. હવે આજની મીટીંગનો એજન્ડા બદલી નાખવામાં આવ્યો છે.'

Advertisement
Tags :
Advertisement
Advertisement