જીડીપીમાં અનપેક્ષિત વધારો દેશના અર્થતંત્રની તાકાત બતાવે છે: મોદી
- 6.5% ના અનુમાન સામે 8.4% દરે વૃદ્ધિદર નોંધાયો: રાજકોષિય ખાધ પણ 15 મહિનાના નીચલા સ્તરે
ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રરિમાસિક ગાળાના જીડીપીના આંકડા જાહેર કર્યા છે. આ ત્રિમાસિક ગાળામાં દેશના અર્થતંત્રમાં 8.4 ટકાના દરે વૃદ્ધિ થઇ છે. અર્થતંત્રમાં આ તેજી અનુમાન કરતાં ઘણી વધારે છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ ડિસેમ્બરના ત્રિમાસ માટે 6.5 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન લગાવ્યું હતું. આ ઉપરાંત એસબીઆઇ રીસર્ચનું અનુમાન હતું કે, ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો દર 6.7 ટકાથી 6.9 ટકાની વચ્ચે રહી શકે છે. આ રીતે તમામ રેટીંગ એજન્સી અને નિષ્ણાતોએ પણ અર્થતંત્રમાં વૃદ્ધિમાં સુસ્તી રહેવાનું અનુમાન લગાવ્યું હતું.
જો કે હવે તમામ અંદાજો ધ્વસ્ત થઇ ગયા છે. અને સરકારી આંકડા દર્શાવે છે કે, ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિ દર આઠ ટકા કરતાં પણ વધારે રહી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિ દર 7.6 ટકા રહ્યો હતો. આ રીતે ત્રિમાસિક ગાળાના આધાર પર દેશના જીડીપીમાં વૃદ્ધિ જોવા મળી છે.
જીડીપીના નવા આંકડા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક ગાળા8.4 ટકાની મજબુત જીડીપી વૃદ્ધિ ભારતીય અર્થવ્યવસ્થાની તાકાત અને આપણી ક્ષમતા દર્શાવે છે. અમારા પ્રયાસ ઝડપી આર્થિક વિકાસ માટે સતત ચાલુ રહેશે. આનાથી 140 કરોડ ભારતીયોને બહેતર જીવન જીવવા અને એક વિકસિત ભારત બનાવવામાં મદદ મળશે.
ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરીના અંત સુધીમાં સરકારની રાજકોષીય ખાધ 11 લાખ કરોડ રૂૂપિયાની સાથે સુધારેલા વાર્ષિક લક્ષ્ય 63.6 ટકા પર પહોંચી ગઇ છે. એક વર્ષ પહેલના સમાનગાળામાં સરકારી ખર્ચ અને રાજસ્વની વચ્ચેનું અંતર એટલે કે રાજકોષીય ખાધ કેન્દ્રીય બજેટ 2022-23ના સુધારેલા અનુમાન ના 67.8 ટકા હતું. ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં સરકારની રાજકોષીય ખાધ 17.35 લાખ કરોડ રૂૂપિયા એટલે કે સકલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના 58 ટકા રહેવાનો અંદાજ છે