ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલે રિલીઝ થશે ‘ઉદયપુર ફાઇલ્સ’ લાંબા વિવાદ બાદ કેન્દ્રની લીલીઝંડી

11:07 AM Aug 07, 2025 IST | Bhumika
Advertisement

2022માં થયેલી એક હત્યા પર આધારિત સંવેદનશીલ ફિલ્મ છે

Advertisement

ઉદયપુર ફાઇલ્સ ફિલ્મ પર લાંબા વિવાદ બાદ, હવે આખરે ફિલ્મની રિલીઝને લીલી ઝંડી મળી ગઈ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મ પર ઉઠાવવામાં આવેલા વાંધાઓને ફગાવી દેતા તેની રિલીઝ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. લાંબા સમયથી રિલીઝ પર ચર્ચા ચાલી રહેલી આ ફિલ્મ હવે 8 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

શરૂૂઆતથી જ આ ફિલ્મ અંગે વિવાદ હતો. અગાઉ તે 11 જુલાઈના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક ધાર્મિક સંગઠનો અને એક આરોપીએ દિલ્હી હાઇકોર્ટમાં તેની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. અરજદારોએ આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મ એક ચોક્કસ ધાર્મિક સમુદાયને બદનામ કરે છે અને આ ક્ધહૈયાલાલ હત્યા કેસમાં આરોપીઓની ન્યાયી ટ્રાયલને અસર કરી શકે છે.

આ બાબતને ગંભીર ગણીને, દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફિલ્મની ફરીથી સમીક્ષા કરવા અને સિનેમેટોગ્રાફ એક્ટની કલમ 6 હેઠળ તેના અધિકારોનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી, કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી જેણે ફિલ્મમાં 55 કાપ સૂચવ્યા. નિર્માતા આ ફેરફારો માટે સંમત થયા.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે તાજેતરમાં એક આદેશ જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે ઈઇઋઈ (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) એ નિર્ધારિત પ્રક્રિયા મુજબ ફિલ્મને પ્રમાણપત્ર આપ્યું છે અને નિર્માતાએ વધારાના કાપ પણ કર્યા છે. મંત્રાલયે કહ્યું કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનું કે વધુ કોઈ ફેરફાર કરવાનું કોઈ નક્કર કારણ નથી, તેથી સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

વિજય રાજ ઉદયપુર ફાઇલ્સમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનો વિષય ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે તે 2022 માં થયેલી એક હત્યા પર આધારિત છે જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે એક સરળ દરજી ક્ધહૈયાલાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને પછી તેની દુકાનમાં ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.

Tags :
indiaindia newsUdaipur File releasUdaipur Files
Advertisement
Next Article
Advertisement