બારામુલાથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા બે આતંકવાદીઓ ઠાર મરાયા
11:05 AM Apr 23, 2025 IST
|
Bhumika
Advertisement
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ઉત્તર કાશ્મીરના ઉરીમાં સેનાના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સેના સાથે અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ પહેલા બારામુલ્લામાં 3 આતંકીઓના ઘૂસણખોરીના સમાચાર છે.
Advertisement
ઉત્તરી કાશ્મીરમાં ઉરી સેક્ટર અંતર્ગત આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં હતા. જોકે, સેનાના જવાનોએ આતંકીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. અહીં આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે. આતંકવાદીઓએ સરજીવન દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. ચિનાર કોર્પ્સે બુધવાર સવારે જાણકારી આપી છે. 23 એપ્રિલ 2025એ 2-3 આતંકવાદી બારામુલ્લાના ઉરી નાલામાં સરજીવન વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં હતા. ઝઙજની ટીમે જવાબી કાર્યવાહી કરી હતી અન તેમને રોક્યા હતા. જે બાદ ફાયરિંગ શરૂૂ થયું હતું. ઓપરેશન અત્યારે ચાલુ છે.
Next Article
Advertisement