શોપિયામાં બે આતંકવાદી ઝડપાયા, હથિયારોનો જથ્થો જપ્ત
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શોપિયામાં એક ઓપરેશન દરમિયાન બે હાઇબ્રિડ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે.મળતી માહિતી મુજબ, ખાસ ઇનપુટ બાદ, સુરક્ષા દળોએ બાસ્કુચનમાં CASO શરૂૂ કર્યું. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો. નજીકના બગીચામાં આતંકવાદીઓની ગતિવિધિ જોવા મળી હતી.
ઓપરેશન પછી, લશ્કરના બે હાઇબ્રિડ આતંકવાદીઓ, ઇરફાન બશીર અને ઉઝૈર સલામ, આત્મ સમર્પણ કર્યું. તેમની પાસેથી બે AK-56 રાઇફલ, ચાર મેગેઝિન, 102 રાઉન્ડ (7.62x39 mm), બે હેન્ડ ગ્રેનેડ, બે પાઉચ વગેરે મળી આવ્યા હતા.
આ દરમિયાન, જમ્મુ શહેરના નરવાલ ટ્રાન્સપોર્ટ નગરમાં છઝઘ ઓફિસ તરફ જતા રસ્તાની બાજુમાં ત્રણ મોર્ટાર મળી આવ્યા હતા. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ત્રણેય મોર્ટાર જપ્ત કરી લીધા છે. બાદમાં, પોલીસે તેમને નષ્ટ કરી દીધા. એવું માનવામાં આવે છે કે તાજેતરના તણાવ દરમિયાન આ પાકિસ્તાનથી છોડવામાં આવ્યા હશે, પરંતુ પોલીસે તેને નકારી કાઢ્યું અને કહ્યું કે આ સેનાના કચરાના ભાગ છે.