ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કર્ણાટકમાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ટ્રક ઘૂસી ગઇ: 9નાં મોત, 25ને ઇજા

11:12 AM Sep 13, 2025 IST | Bhumika
Advertisement

કર્ણાટકના હાસન જિલ્લામાંથી ગણેશ ઉત્સવ દરમિયાન એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. અહીં મોસાલેહોસલ્લી ગામ નજીક નેશનલ હાઇવે-373 પર ગઇકાલે મોડી રાત્રે એક ફુલ સ્પીડમાં આવેલી ટ્રક ડિવાઇડર તોડીને ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ઘૂસી ગઈ. આ અચાનક થયેલા અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 25 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Advertisement

પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 3 લોકોના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયા હતા.

ગંભીર રીતે ઘાયલ 8 લોકો સારવાર હેઠળ છે અને 12 અન્ય ઘાયલ પણ થયા છે.કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હાસનમાં ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન થયેલા દુ:ખદ અકસ્માત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારોને 5 લાખ રૂૂપિયાનું વળતર આપશે.

Tags :
accidentdeathindiaindia newsKarnatakaKarnataka News
Advertisement
Next Article
Advertisement