દિલ્હીમાં ટ્રેન દુર્ઘટના, માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતર્યા, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે
દિલ્હીમાં આજે એક રેલવે દુર્ઘટના સર્જાઈ હતી. દિલ્હીના ઝાખીરા ફ્લાયઓવર પાસે ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની જાણકારી મળી રહી છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ રેલવે અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ માલગાડીમાં લોખંડની શીટના રોલ લોડ કર્યા હતા. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રેલવેની ટીમ ખડી પડેલાં ડબાઓને સીધા કરવાનો પ્રયાસ કરી રહી છે. ટ્રેકનું સમારકામ પણ ચાલુ છે. સરાઈ રોહિલ્લા રેલવે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 6 ઓક્ટોબર 2023ના રોજ દિલ્હીમાં એક માલસામાન ટ્રેનને અકસ્માત નડ્યો હતો. જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી પરંતુ લાંબા સમય સુધી ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે ઘણી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અકસ્માત અંગે તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી.