For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરની હાજરીમાં લોકસભા ચૂંટણીના લેખા જોખા રજૂ થશે

04:27 PM Jul 01, 2024 IST | admin
કાલે ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરની હાજરીમાં લોકસભા ચૂંટણીના લેખા જોખા રજૂ થશે

ભાજપ, કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણી ખર્ચ, બિલો સાથે હાજર રહેવા આદેશ

Advertisement

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને નવી સરકારની રચના પણ કરી દેવામાં આવી છે. પરંતુ લોકસભાના ઉમેદવારોના હિસાબો બાકી હોય આવતીકાલે ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરની હાજરીમાં રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવારો પાસેથી ચૂંટણીના લેખા જોખા લેવામાં આવશે. અત્યાર સુધીમાં કેટલો ખર્ચ કર્યો ? તેના હિસાબો અને બિલો સાથે તમામ ઉમેદવારોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામ ઘોષિત થયા બાદ એક મહિનાથી નવી સરકાર પણ કાર્યરત થઈ ગઈ છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણ્મ ઘોષિત થયા પછી રાજકોટ લોકસભાના ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ ઉમેદવારોને એક મહિનામાં ચૂંટણી ખર્ચ રજૂ કરવા સુચના આપવામાં આવી હતી.

Advertisement

રાજકોટ લોકસભા ચૂંટણી ખર્ચના ઓબ્ઝર્વર માધવ મિશ્રા ગઈકાલે રાજકોટ આવ્યા હતાં અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આવતીકાલે તા.2-7-2024ના બપોરે 4 વાગ્યે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જ રાજકોટ લોકસભા બેઠકનાં તમામ ઉમેદવારોને સાંજે 4 વાગ્યે લોકસભાની ચૂંટણીમાં પ્રચારમાં કરેલો ખર્ચના હિસાબો અને બિલો સાથે હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ લોકસભાના ઉમેદવારો જો ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર સમક્ષ હાજર નહીં રહી શકે તો તેનો પ્રતિનિધિ ચૂંટણી ખર્ચ રજુ કરી શકશે. જો કોઈ ઉમેદવાર ચૂંટણી ખર્ચ રજુ કરવા માટે સમય માંગશે તો 15 દિવસ સુધીનો સમય ફાળવવામાં આવશે ત્યારબાદ જો કોઈ ઉમેદવાર ચૂંટણી ખર્ચના હિસાબો રજુ નહીં કરે તો આંચાર સહિતના ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પરિણામ બાદ સાત દિવસમાં જો કોઈ ઉમેદવારને થર્મલ પેપરની જરૂરીયાત હોય તો એક બુથ દીઠ 40 પ્લસ ટેક્ષની રકમ જમા કરી ઉમેદવારોને થર્મલ પેપર પુરા પાડવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ જ ઉમેદવારે થર્મલ પેપર મેળવવા અરજી કરેલ ન હોય આવતીકાલે મામલતદારોની હાજરીમાં ઈવીએમ અને વીવીપેટ મશીનમાંથી થર્મલ પેપર કાઢી તેનો નાશ કરવામાં આવશે તેમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement