ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દિલ્હીમાંથી તોઇબાનો આતંકવાદી ઝડપાયો

05:30 PM Feb 06, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

દિલ્હીમાંથી લશ્કર-એ-તોઈબાના આતંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં કાર્યરત લશ્કર-એ-તોઈબા મોડ્યુલના આ સક્રિય આતંકીની નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી છે. આતંકીની ઓળખ રિયાઝ અહેમદ તરીકે થઈ છે.

Advertisement

દિલ્હી પોલીસની રેલવે પોલીસે માહિતી આપી છે કે આ આરોપી આતંકી એલઓસી પારથી હથિયારો અને દારૂૂગોળો મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આરોપી નિવૃત સૈનિક અને દિલ્હીમાં કયા હેતુથી આવ્યો હતો તે અંગે તેની પૂછપરછ કરી રહી છે. રિયાઝ પાસેથી એક મોબાઈલ ફોન અને એક સિમ કાર્ડ મળી આવ્યું છે.

આતંકી રિયાઝ અહેમદ કાશ્મીરના કુપવાડાનો રહેવાસી છે અને ખુર્શીદ અહેમદ રાથેર અને ગુલામ સરવર રાથેર સાથે મળીને આતંકવાદીઓ દ્વારા એલઓસી પારથી હથિયારો અને દારૂૂગોળો મેળવવામાં સામેલ હતો.

Advertisement
Advertisement