આજે એક કોન્સર્ટના બે કરોડ લેતો અરિજિત મારી ઓફિસમાં કલાકો બેસતો
એક સમય હતો, જ્યારે અરિજિતસિંહ જાણીતો ચહેરો નહોતો. એ દિવસો દરમિયાન તે મ્યુઝિક ડિરેક્ટર મોન્ટી શર્માની ઓફિસે કલાકો બેસી રહેતો હતો. આજે લગભગ દરેક હિન્દી ફિલ્મમાં અરિજિતના અવાજમાં ગીત સાંભળવા મળે જ છે. તે એક કોન્સર્ટનો ચાર્જ 2 કરોડ સુધી લે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મોન્ટી શર્માએ સરખામણી કરી છે કે કઈ રીતે તેઓ એક સમયે માત્ર 2 લાખની અંદર આખું ગીત બનાવી લેતાં હતાં. મોની શર્માએ દાવો કર્યો કે, એક સમય હતો જ્યારે અરિજિત આવતો અને કોઈ પણ બ્રેક લીધા વિના કે કશું ખાધાં વિના મારી બાજુમાં કલાકો સુધી બેસતો.
આજના સમયે, એ એક પોર્ફોર્મન્સના 2 કરોડ લે છે. જો લોકો ઇચ્છતા હોય કે અરિજિત તેમના માટે પર્ફોર્મ કરે તો એમણે 2 કરોડ ચુકવવા પડે છે. મોન્ટી શર્માએ કહ્યું કે પહેલાંના રેડિયો અને ટીવી જેવું હવે નથી, આજે અનેક સોશિયલ મીડિયા છે તેના કારણે રેવન્યુમાં પણ વધારો થયો છે. આજે અનેક સોશિયલ મીડિયા પ્લેટફર્મ છે આજે કલાકો અનેક રીતે શ્રોતાઓના સંપર્કમાં આવી શકે છે અને અઢળક પૈસા પણ છે. આજે આ ગીતો માટે કલ્પનાથી પણ અનેકગણા વધારે પૈસા મળે છે. એક ક્મ્પોઝર એક ગીતના 20 લાખથી પણ વધુ ચાર્જ કરે છે. પરંતુ તેના બદલામાં તે ગીતના 90 ટકાથી વધુ અધિકારો મ્યુઝિક કંપનીને આપી દે છે. એ લોકો ગાંડા પૈસા કમાય છે. આજે સ્પોટીફાય, યુટ્યુબ સહિત અનેક પ્લેટફર્મ છે. વિચારો એમને કેટલી રેવન્યુ મળતી હશે.