For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ 65 વર્ષીય પિનાકી મિશ્રા સાથે કર્યા લગ્ન, ફોટા થયા વાયરલ

02:43 PM Jun 05, 2025 IST | Bhumika
tmc સાંસદ મહુઆ મોઇત્રાએ 65 વર્ષીય પિનાકી મિશ્રા સાથે કર્યા લગ્ન  ફોટા થયા વાયરલ

Advertisement

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા લગ્નના બંધન બંધાયા છે. તેમણે બીજુ જનતા દળના નેતા અને સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. જોકે બંને તરફથી લગ્ન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મહુઆ અને પિનાકીએ જર્મનીમાં લગ્ન કર્યા છે. બંનેની એક તસવીર પણ સામે આવી છે.

એક અહેવાલ મુજબ, મહુઆ અને પિનાકીએ જર્મનીમાં શાંતિથી લગ્ન કર્યા છે. આ બાબતે TMC તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. મહુઆ તેના રાજકીય જીવન તેમજ તેના અંગત જીવનને કારણે સમાચારમાં રહી છે. મહુઆ અગાઉ ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથેના સંબંધમાં હતી, પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને તેમના છૂટાછેડા થઈ ગયા.

Advertisement

જ્યારે મહુઆ બીજી વખત સાંસદ બન્યા

મહુઆ મોઇત્રા સાંસદ તરીકે પોતાનો બીજો કાર્યકાળ પૂર્ણ કરી રહી છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની કૃષ્ણા નગર બેઠક પરથી ચૂંટણી લડી હતી. મહુઆએ આ ચૂંટણી જીતી હતી. તેમણે ભાજપના ઉમેદવાર કલ્યાણ ચૌબેને હરાવ્યા હતા. મહુઆ આ બેઠક પરથી બીજી વખત ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે તેમણે ભાજપના ઉમેદવાર અમૃતા રોયને હરાવ્યા.

પિનાકીનું અંગત જીવન કેવું રહ્યું

બીજુ જનતા દળના નેતા પિનાકી મિશ્રાની વાત કરીએ તો, તેઓ પુરીના સાંસદ છે. લોકસભાના ડેટા અનુસાર, પિનાકીના પહેલા લગ્ન સંગીતા મિશ્રા સાથે થયા હતા. પિનાકી અને સંગીતાના લગ્ન 16 જાન્યુઆરી 1984ના રોજ થયા હતા. બંનેને બે બાળકો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement