ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ: વૃક્ષો ધરાશાયી

11:25 AM May 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મુંબઈ અને તેના મહાનગરીય પ્રદેશોમાં બુધવારે સળંગ બીજા દિવસે પ્રિ-મોન્સૂન વરસાદનું જોરદાર આગમન થયું હતું. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદે લોકોને તીવ્ર ગરમીથી કામચલાઉ રાહત અપાવી હતી. જો કે, સાંજે ભારે પવન સાથેના વરસાદના કારણે 100થી વધુ વૃક્ષોની ડાળીઓ તૂટી પડી હતી અને લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી.

Advertisement

ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન મુંબઈ શહેર અને ઉપનગરોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વાદળછાયું વાતાવરણ ચાલુ રહેશે અને છૂટાછવાયા સ્થળોએ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે ગુરુવાર, 8મી મે સુધી વરસાદ અને ગાજવીજનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

બુધવારે બપોરે IMD એ મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લાઓ માટે મધ્યમ વરસાદ, ગાજવીજ અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જારી કરી હતી. મુંબઈ શહેર કરતાં ઉપનગરોમાં વધુ વરસાદ નોંધાયો હતો. IMD અનુસાર, સાંજે 5.30 વાગ્યા સુધીમાં સાન્તાક્રુઝ વેધશાળાએ 21.2 મીમી વરસાદ અને 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધ્યું હતું, જ્યારે કોલાબા વેધશાળાએ 3 મીમી વરસાદ અને 32.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધ્યું હતું.

BMC આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અનુસાર, સાંજે 4 થી 5 વાગ્યાના એક કલાકના ગાળામાં, જ્યારે ગાજવીજ તીવ્ર હતું, ત્યારે 13 વૃક્ષોની ડાળીઓ તૂટી પડી હતી. સૌથી વધુ વરસાદ ભંડુપ, પોવાઈ, એલબીએસ રોડ, બીકેસી, આરે કોલોની, વર્સોવા, મસ્જિદ અને નરીમાન પોઈન્ટ વિસ્તારોમાં નોંધાયો હતો.

Tags :
indiaindia newsMumbaiMumbai newsrain
Advertisement
Advertisement