પિનકોડ યાદ રાખવો નહીં પડે! નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ શરૂ
પોસ્ટ વિભાગે DIGIPIN નામની એક નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ શરૂૂ કરી છે, જે ચોક્કસ લોકેશન ઓળખ પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. મોટા-મોટા વિસ્તારોને આવરફી લેતા પરંપરાગત પિન કોડથી વિપરીત, DigiPin એક અનન્ય 10-અંકનો કોડ પ્રદાન કરે છે જે વ્યક્તિની ખાનગી મિલકત અથવા સરકારી ઇમારતનું ચોક્કસ લોકેશન બતાવે છે.
તમારો DIGIPIN મેળવવા માટે તમે અથવા કોઈપણ યુઝર્સ નિયુક્ત સરકારી વેબસાઇટ પર જઈને તમારા ઘરનું સરનામું શોધી શકો છો અને તમારુ લોકેશન એટલે કે સરનામાનો ચછ કોડ પણ જનરેટ કરી શકો છો. આ સિસ્ટમનો ઉદ્દેશ્ય ખાસ કરીને દૂરના વિસ્તારોમાં ડિલિવરીને સુવ્યવસ્થિત કરવાનો અને એમ્બ્યુલન્સ અને ફાયર રેસ્ક્યૂ ઓપરેશન્સ જેવી ઈમરજન્સી સેવાઓને વધારવાનો છે.
તમારા DIGIPIN પ્લેટફોર્મને જાણવા માટે તમે વેબસાઇટ (https://dac. india post. gov.in/mydigipin/home)ની મુલાકાત લો. આ સરકારી વેબસાઇટ તમને તમારો વિશિષ્ટ અને અનોખો 10-અક્ષરનો DIGIPIN કોડ શોધવાની મંજૂરી આપે છે, જે ચોક્કસ ડિજિટલ સરનામાં તરીકે કાર્ય કરે છે.