ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

TCS સહિત ત્રણ આઇટી કંપનીઓ 45000 લોકોને છૂટા કરશે

06:18 PM Jul 28, 2025 IST | Bhumika
Advertisement

છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વભરની ઘણી મોટી કંપનીઓમાં છટણીના સમાચારોએ ફરી એકવાર લોકોને ડરાવી દીધા છે. ટેક ક્ષેત્રની ઘણી મોટી કંપનીઓએ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે.
ઇન્ટેલ અને માઇક્રોસોફ્ટ પછી હવે ભારતની અગ્રણી આઇટી કંપની ટીસીએસનું નામ પણ આ કંપનીઓમાં સામેલ થયું છે. આ કંપનીઓ વિશ્વના ઘણા દેશોમાં ટેક ક્ષેત્રમાં મોટી સંખ્યામાં નોકરીઓ પૂરી પાડે છે.
ઇન્ટેલ અને માઇક્રોસોફ્ટ પછી હવે ટાટા ગ્રુપની કંપની ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) એ કહ્યું કે તે આ નાણાકીય વર્ષમાં તેના વૈશ્વિક કાર્યબળમાં 2 ટકાનો ઘટાડો કરશે.

Advertisement

કંપનીનું કહેવું છે કે તે તેના 2 ટકા એટલે કે 12000થી વધુ કર્મચારીઓની છટણી કરશે. કંપની વ્યવસાયિક કાર્યક્ષમતા વધારવા અને કંપનીને ભવિષ્ય માટે તૈયાર બનાવવા માટે આ પગલાં લઈ રહી છે. ટીસીએસમાં હાલમાં 6 લાખથી વધુ કર્મચારીઓ છે. જોકે, ટીસીએસ એકમાત્ર કંપની નથી જેણે મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે.

દિગ્ગજ અમેરિકન કંપની માઇક્રોસોફ્ટે વર્ષ 2025માં લગભગ 15000 લોકોને નોકરીમાંથી કાઢી મુકવાનો નિર્ણય લીધો છે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કંપનીને 15000થી વધુ કર્મચારીઓની છટણી વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય તેમના મન પર ભારે બોજ બની ગયો છે, પરંતુ એઆઇ-આધારિત પરિવર્તન અને ભવિષ્યની દિશામાં આ પગલું જરૂૂરી હતું.

સત્ય નડેલાએ કંપનીના 2 લાખથી વધુ કર્મચારીઓને મોકલેલા મેમોમાં લખ્યું હતું કે, કંઈ પણ કરતાં પહેલાં, હું એક એવા વિષય વિશે વાત કરવા માંગુ છું જેનાથી મારુ મન ખૂબ જ ભારે છે અને હું જાણું છું કે તમારામાંથી ઘણા લોકો પણ તેના વિશે વિચારી રહ્યા છે. તાજેતરની નોકરીમાં કાપ. કંપની દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી છટણી વૈશ્વિક કાર્યબળના લગભગ 7 ટકા હતી. 2014 પછી આ માઇક્રોસોફ્ટની સૌથી મોટી છટણી હતી.
બીજી એક મોટી ચિપ ઉત્પાદક ઇન્ટેલે કહ્યું હતું કે કંપની આ વર્ષે લગભગ 24000 નોકરીઓ પર કાપ મુકી રહી છે.

આ પછી કંપનીમાં કુલ કર્મચારીઓની સંખ્યા 2024ના અંતમાં 99500થી ઘટીને 2025ના અંત સુધીમાં લગભગ 75000 થઈ જશે. ઇન્ટેલ એપ્રિલ 2025થી લગભગ 15,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકી છે જે કુલ કાર્યબળના લગભગ 15 ટકા છે.

અગાઉ 2024માં પણ કંપનીએ 15,000થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા હતા. આ ક્વાર્ટરમાં કંપનીને 2.9 બિલિયન ડોલરનું ચોખ્ખું નુકસાન થયું હતું, જેમાં છટણી અને પુનર્ગઠન સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે.

Tags :
indiaindia newsIT companiesTCS
Advertisement
Next Article
Advertisement