રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પિતાની જેમ રાહુલને બોંબથી ઉડાવી દેવાની ધમકી: સુરક્ષા વધારાઇ

11:28 AM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

નાસિક પોલીસને એવી માહિતી મળી છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેના પિતા રાજીવ ગાંધીની જેમ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ પર તેમની ન્યાય જોડો યાત્રા દરમિયાન બોમ્બથી હુમલો કરવામાં આવશે. માહિતી મળ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાહુલના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દીધી છે. આ સાથે જ દિલ્હી પોલીસ, યુપી અને મધ્યપ્રદેશ પોલીસને રાહુલ ગાંધીની સુરક્ષા કડક કરવા માટે કહેવામાં આવ્યું છે. અત્યારે રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા મળી છે. તેમની ન્યાય જોડો યાત્રા 2 માર્ચે મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરી રહી છે.

Advertisement

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગૃહ મંત્રાલયના આદેશ બાદ તેમના 24 અકબર રોડ સ્થિત નિવાસ સ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે.તેમના નિવાસ સ્થાન નજીક પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સાદા કપડાંમાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસને ઇનપુટ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. રાહુલ ગાંધી પર હુમલાના ઇનપુટ કેટલા ગંભીર છે તે બંને રાજ્યોની પોલીસ શોધી રહી છે. સ્પેશિયલ સેલ તપાસમાં લાગી ગયું છે.

રાહુલ ગાંધી પાસે હાલમાં ઝેડ પ્લસ સુરક્ષા છે. આમાં 10થી વધુ એનએસજી કમાન્ડો અને પોલીસ કર્મચારીઓ સહિત 55 ટ્રેન્ડ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ તમામ કમાન્ડો 24 કલાક વ્યક્તિની આસપાસ ચાંપતી નજર રાખે છે. દરેક કમાન્ડો માર્શલ આર્ટમાં સ્પેશિયાલિસ્ટ છે.

Tags :
Congressindiaindia newsrahul gandhi
Advertisement
Next Article
Advertisement