દિલ્હીમાં 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દિલ્હીમાં 50થી વધુ શાળાઓને બોમ્બ ધમકીના ઇમેઇલ મળ્યા, જેનાથી ખળભળાટ મચી ગયો. પોલીસે સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સાયબર ફોરેન્સિક ટીમ ઇમેલની તપાસ કરી રહી છે.
રાજધાની દિલ્હીમાં શાળાઓને બોમ્બ ધમકીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. બુધવારે સવારે દિલ્હીની 50થી વધુ શાળાઓને બોમ્બ ધમકીના ઇમેઇલ મળ્યા, જેનાથી ખળભળાટ મચી ગયો. વહેલી સવારે આવેલા આ ઇમેઇલ્સથી શાળા પ્રશાસન, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો. સ્થાનિક પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં આવી ગઈ અને શાળાઓમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ તપાસ ચાલી રહી છે.
માહિતી અનુસાર, નજફગઢ, માલવિયા નગરમાં જઊંટ હૌજ રાની અને કરોલ બાગમાં આંધ્ર સ્કૂલ, પ્રસાદ નગરમાં સવારે 7:40 અને 7:42 વાગ્યે ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા. દિલ્હી ફાયર સર્વિસિસના જણાવ્યા અનુસાર, વધુ શાળાઓને નિશાન બનાવવામાં આવી હોવાની શક્યતા છે. સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયા અને શાળાઓમાં સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું. માહિતી અનુસાર, 50 થી વધુ શાળાઓને બોમ્બ ધમકીઓ મળી છે.