મસ્જિદ પર તિરંગો નહીં હોય તેમને પાકિસ્તાની માનવામાં આવશે: છત્તીસગઢ વકફ બોર્ડનો આદેશ
મસ્જિદો, મદરેસાઓ, દરગાહોએ સાબિતિરૂપે ફોટો અપલોડ કરવો પડશે
સ્વતંત્રતા દિવસ નિમિત્તે છત્તીસગઢની તમામ મસ્જિદો, મદરેસાઓ અને દરગાહોમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. ગઇકાલે રાજ્ય વકફ બોર્ડે આ અંગે નિર્દેશો જારી કર્યા હતા. નિર્દેશો જારી થયા બાદ છત્તીસગઢ રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ ડો. સલીમ રાજે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જે મસ્જિદોમાં તિંરંગો ફરકાવવામાં નહીં આવે, તેમને પાકિસ્તાની માનવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે તમામ મસ્જિદોએ તિંરંગો ફરકાવ્યા બાદ તેનો ફોટો મોકલવો પડશે.
વકફ બોર્ડના અધ્યક્ષ ડો. સલીમ રાજે મસ્જિદોમાં તિરંગો ફરકાવવાના આદેશ પર કહ્યું કે, જે મસ્જિદમાં ઝંડો ફરકાવવામાં નહીં આવે, તેમને પાકિસ્તાની માનવામાં આવશે. તેમણે તિરંગો નહીં ફરકાવનારા મુતવલ્લીઓને (વહીવટકર્તાઓને) કડક ચેતવણી પણ આપી હતી.
સલીમ રાજે કહ્યું કે, જે મસ્જિદોમાં આ આદેશનું પાલન નહીં થાય, તેમને દેશના ગદ્દાર માનવામાં આવશે. રાજ્યની 3287 મસ્જિદોમાં તિંરંગો ફરકાવવો ફરજિયાત રહેશે. તેમણે મોનિટરિંગ અંગે કહ્યું કે, રાજ્યની 3287 મસ્જિદો, મદરેસાઓ અને દરગાહોએ તિરંગો ફરકાવીને વકફ બોર્ડના પોર્ટલ પર ફોટો અપલોડ કરવો પડશે. તેમણે કહ્યું કે ફોટાની નીચે સ્થળ અને કયા સમયે તિરંગો ફરકાવવામાં આવ્યો છે, તે લખીને અપલોડ કરવું જરૂૂરી છે.