આ વ્યક્તિ હશે સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ ચંદ્રચૂડે કરી આ નામની ભલામણ
10:35 AM Oct 17, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. આવી સ્થિતિમાં તેમણે પોતાના અનુગામીની ભલામણ કરી છે. CJIએ કેન્દ્ર સરકારને પત્ર લખીને જસ્ટિસ ખન્નાનું નામ પ્રસ્તાવિત કર્યું છે, તેમણે મોદી સરકારને મોકલેલી ભલામણમાં કહ્યું છે કે સંજીવ ખન્ના દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે.
જો કેન્દ્ર સરકાર CJI ચંદ્રચુડની ભલામણ સ્વીકારે છે, તો જસ્ટિસ ખન્ના ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ હશે. CJI તરીકે જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 13 મે, 2025 સુધી લગભગ 7 મહિનાનો રહેશે. જસ્ટિસ ખન્નાને જાન્યુઆરી 2019માં દિલ્હી હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી.
Next Article
Advertisement