રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

'આ દેશદ્રોહ છે, મોહન ભાગવતની ધરપકડ થઈ હોત', RSS ચીફના નિવેદન પર રાહુલ ગાંધીનો પ્રહાર

02:27 PM Jan 15, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોહન ભાગવતના બંધારણ અંગેના નિવેદન પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ આરએસએસ ચીફ મોહન ભાગવત પર રાજદ્રોહનો આરોપ મૂક્યો છે. મોહન ભાગવતે રામ મંદિર બન્યા બાદ દેશને સાચી સ્વતંત્રતા મળી હોવાનું નિવેદન આપતાં રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે, 'આવુ કહેવું એ દરેક ભારતીયનું અપમાન છે. જો કોઈ બીજા દેશમાં મોહન ભાગવતે આ પ્રકારનું નિવેદન આપ્યું હોત તો તેમની ધરપકડ કરવામાં આવી હોત'

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, 'ભાગવતે જે કહ્યું તે રાજદ્રોહ સમાન છે. તેમના આ નિવેદનનો અર્થ થાય છે કે, બંધારણ ગેરકાયદેસર છે, અંગ્રેજો વિરૂદ્ધની લડાઈ ગેરકાયદે છે. કોઈ અન્ય દેશમાં આ પ્રકારનું નિવેદન આપ્યુ હોત તો તેમની ધરપકડ થઈ હોત અને તેમના પર કેસ ચલાવવામાં આવતો.'

https://x.com/ANI/status/1879414208326254970

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, 'ભાગવતનું આ નિવેદન દરેક ભારતીયનુ અપમાન છે. હવે સમય આવી ગયો છે, આ પ્રકારની વાહિયાત વાતો સાંભળવાનું બંધ કરવુ જોઈએ. બે વિચારધારા વચ્ચેની લડાઈ છે. અમારો વિચાર બંધારણનો વિચાર છે, જ્યારે આરએસએસની વિચારધારા તેનાથી વિપરિત છે.'

રાહુલ ગાંધીએ મોહન ભાગવતના નિવેદનને દેશદ્રોહ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, “મોહન ભાગવતમાં દર 2-3 દિવસે કહેવાની હિંમત છે કે તેઓ સ્વતંત્રતા સંગ્રામ અને બંધારણ વિશે શું વિચારે છે. આ એક મોટું મોટો અપમાન છે આપણા દેશની સ્વતંત્રતા અને દરેક ભારતીયનું આ અપમાન છે. જો આ નિવેદન અન્ય કોઈ દેશમાં કરવામાં આવ્યું હોત તો ભાગવત સામે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી હોત. તેણે આગળ કહ્યું, “હવે સમય આવી ગયો છે કે આપણે આ પ્રકારની બકવાસ બંધ કરીએ જે કેટલાક લોકો વિચાર્યા વિના જાહેરમાં બોલે છે.

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા બંધારણ અને તેના મૂલ્યોનું સમર્થન કરતી રહી છે. તેમણે કહ્યું કે ‘એકમાત્ર કોંગ્રેસ જ એવો પક્ષ છે કે, જે ભાજપ અને આરએસએસના એજન્ડાને અટકાવી શકે છે. કારણકે, કોંગ્રેસ એક જ વિચારધારા ધરાવતો પક્ષ છે. આજે તમામ તપાસ એજન્સીઓનું કામ માત્ર વિપક્ષના નેતાઓને ઘેરી તેમને જેલ મોકલવા સુધી જ સીમિત છે. ચૂંટણી પંચ પણ સરકારના ઈશારા પર ચાલે છે. તેમની પાસે મહારાષ્ટ્ર અને હરિયાણા ચૂંટણીનો ડેટા માંગ્યો તો તેમણે આપવાથી ઈનકાર કરી દીધો. હવે અમે કેવી રીતે વિશ્વાસ કરીએ કે, ઈલેક્ટોરલ સિસ્ટમ યોગ્ય છે.’

https://x.com/ndtv/status/1879187452243644923
ભાગવતે એક સમારોહમાં નિવેદન આપ્યું હતું કે, ‘અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તિથિને ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ તરીકે ઉજવવી જોઈએ. કારણકે અનેક સદીઓથી દુશ્મનોના આક્રમણનો સામનો કરનારા ભારતની આ દિવસે સાચા અર્થમાં સ્વતંત્રતા પ્રતિષ્ઠિત થઈ હતી. અગાઉ સ્વતંત્રતા હતી પરંતુ સાચા અર્થમાં પ્રતિષ્ઠિત થઈ ન હતી.'

 

 

Tags :
indiaindia newsMohan Bhagwatpolitical newsPoliticsrahul gandhiRSS chief's statement
Advertisement
Next Article
Advertisement