For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોબાઇલના ઉપયોગ અને મગજના કેન્સરને કોઇ સંબંધ નથી

11:24 AM Sep 05, 2024 IST | admin
મોબાઇલના ઉપયોગ અને મગજના કેન્સરને કોઇ સંબંધ નથી

મોબાઈલ ફોન પર સતત ચોંટેલા રહેવાથી નુકસાન થાય છે, એવા પણ દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે મોબાઈલ ફોનના સતત ઉપયોગથી મગજનું કેન્સર થવાનું જોખમ રહે છે. સોશિયલ મીડિયામાં પણ અવારનવાર આ અંગે વિવિધ પ્રકારે દાવાઓ કરાય છે કે સ્માર્ટફોન બાળકો અને યુવાનોને કેન્સરના જોખમમાં મૂકી શકે છે, જો કે આ દાવાઓમાં નક્કર માહિતીનો અભાવ હોય છે. આ જ કારણ છે કે લાંબા સમયથી સંશોધકો વાયરલેસ ગેજેટ્સમાંથી નીકળતી રેડિયો તરંગો અને તેના ગેરફાયદા પર ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા છે. આ બાબતે હવે ડબ્લ્યુએચઓ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નવા રિવ્યુ રિપોર્ટ અનુસાર મગજના કેન્સર અને મોબાઈલ ફોન વચ્ચે કોઈ સંબંધ નથી. ડબ્લ્યુએચઓએ 1994થી 2022 દરમિયાન હાથ ધરાયેલા 63 અભ્યાસોને ટાંકીને આ દાવો કર્યો છે.

Advertisement

જણાવી દઈએ કે અભ્યાસના અહેવાલમાં એવું નથી જણાવાયું કે મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયો ફ્રિક્વન્સી રેડિયેશનથી કોઈ ખતરો નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોબાઈલ ફોનથી મગજનું કેન્સર થતું નથી. આ સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે રેડિયો ફ્રીક્વન્સી રેડિયેશન માનવ શરીર દ્વારા મોટી માત્રામાં શોષાય છે, જે ગરમી ઉત્પન્ન કરે છે. આના કારણે બર્ન થવાનું અને શરીરની પેશીઓને નુકસાન થવાનું જોખમ રહેલું હોય છે. તેમ છતાં રેડિયો ફ્રિક્વન્સી રેડિયેશનથી મગજના કેન્સરનું જોખમ હોય છે તેવું સ્પષ્ટ થતું નથી.

ડબ્લ્યુએચઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓએ અગાઉ કહ્યું હતું કે મોબાઇલ ફોન દ્વારા ઉપયોગમાં લેવાતા રેડિયેશનની આડઅસરોના કોઈ નક્કર પુરાવા નથી અને તેથી આ મુદ્દે વધુ સંશોધનની જરૂર છે. હાલમાં તેને સંભવિત કાર્સિનોજેનિક અથવા કેટેગરી 2ઇ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. એજન્સીની સલાહકાર સમિતિએ નવા ડેટાના આધારે શક્ય તેટલી વહેલી તકે તેનું પુન:મૂલ્યાંકન કરવાની અપીલ કરી છે. ડબ્લ્યુએચઓનો મૂલ્યાંકન રિપોર્ટ આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જાહેર કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement