કાનપુરનું ભીનું મેદાન સૂકવી ન શકાતા ત્રીજા દિવસે પણ મેચ રદ
કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસે વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું પરંતુ તેમ છતાં એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. મતલબ કે વરસાદ ના હોવા છતાં ભીના ગ્રાઉન્ડને બે દિવસ સુધી સુકવી શકાયુ નહોતું. આ ઘટનાને લઈને ક્રિકેટ પ્રેમી સોશિયલ મીડિયામાં બીસીસીઆઇની ભારે મજાક ઉડાવી રહ્યાં છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની કાનપુર ટેસ્ટ મેચના બીજા અને ત્રીજા દિવસે એક પણ બોલ ફેંક્યા વિના રદ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રથમ દિવસે માત્ર 35 ઓવરની જ રમત રમી શકાઈ હતી.કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમની ખરાબ હાલતને કારણે પહેલા દિવસે વરસાદના કારણે ભીનું થયેલું મેદાન બે દિવસમાં પણ મેચ રમવા લાયક સુકુ થઈ શક્યું નહોતુ, જેના કારણે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણાતા બીસીસીઆઇની સોશિયલ મીડિયામાં ભારે મજાક ઉડાડવામાં આવી રહી છે.
મેચના ત્રીજા દિવસે એટલે કે રવિવારે જ્યારે બીસીસીઆઇના અધિકારીઓ બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા ત્યારે ગ્રીન પાર્ક સ્ટેડિયમના અમ્પાયર આજના દિવસની રમતને રદ કરવાની જાહેરાત કરી રહ્યા હતા. જ્યારે ત્રીજા દિવસે વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું પરંતુ તેમ છતાં એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. મતલબ કે વરસાદ ન હોવા છતાં ભીના ગ્રાઉન્ડને બે દિવસ સુધી સુકવી શકાયુ નહોતું. વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડના નેજા હેઠળ, ભીનુ મેદાન સુકવી શકે તેવી વ્યવસ્થાના અભાવ હોવાથી વધુ શરમજનક શું હોઈ શકે.