રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારતના સૂર્ય મિશન L-1ના લોન્ચના દિવસે જ ISROના ચીફને કેન્સર ડિટેક્ટ થયું

05:02 PM Mar 04, 2024 IST | admin
Advertisement

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)ના વડા એસ સોમનાથને કેન્સર હોવાનું સામે આવ્યું છે. આ દુખદ સમાચાર ખુદ તેમણે જાહેર કર્યાં છે. જે સમયે સૂર્ય મિશન આદિત્ય એલ-1નું ગોઠવાયું હતું તે દિવસે એસ સોમનાથનું કેન્સરનું નિદાન થયું હતું.

Advertisement

એક ઈન્ટરવ્યૂમાં સોમનાથે કહ્યું કે સ્કેનિંગમાં કેન્સર હોવાનું જાણવા મળ્યું છે. ચંદ્રયાન-3 મિશન લોન્ચિંગ દરમિયાન પણ કેટલીક હેલ્થની તકલીફો થઈ હતી. જોકે તે સમયે કેન્સરની ખબર નહોતી પરંતુ આદિત્ય મિશનના દિવસે એને આ રોગ થયો હોવાનું નિદાન થયું હતું. આનાથી હું અને મારો પરિવાર દુખી થયાં હતા. આ સમાચારથી તમામ સાથી વૈજ્ઞાનિકો પણ દુ:ખી થયા હતા. પરંતુ તેણે પોતાને આ પડકારજનક વાતાવરણમાં પણ પોતાનું કામ જાળવું રાખ્યું અને ઈસરોની જવાબદારી સંભાળી. લોન્ચિંગ કર્યા બાદ તેના પેટનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. પછી તે શોધી કાઢવામાં આવ્યું. પરંતુ તે વધુ તપાસ અને સારવાર માટે ચેન્નઈ ગયાં હતા જ્યાં પેટના કેન્સરનું નિદાન થયું હતું. થોડા દિવસોમાં કેન્સરની પણ પુષ્ટિ થઈ હતી. આ પછી સોમનાથની સર્જરી કરવામાં આવી હતી અને હાલમાં કેમોપેથરી ચાલું જ છે. સોમનાથે જણાવ્યું હતું કે, આખો પરિવાર આઘાતમાં છે. પરંતુ હવે એવું કંઈ નથી. સારવાર થઈ અને તેઓ સાજા થઈ ગયાં છે પરંતુ આ સમય દરમિયાન તેમના પરિવાર અને સાથીઓએ તેમને ખૂબ સપોર્ટ કર્યો હતો. સોમનાથે કહ્યું કે તે જાણે છે કે તેની સારવારમાં લાંબો સમય લાગશે. આ એક લાંબી પ્રક્રિયા છે. પણ હું આ યુદ્ધ લડીશ. ઘણી રિકવરી થઈ છે. હું ફક્ત ચાર દિવસ જ હોસ્પિટલમાં હતો. પછી તેણે પોતાનું કામ પૂરું કર્યું. મેં ઇસરોમાં પાંચમા દિવસથી જ કોઈ પણ જાતની પીડા વિના કામ કરવાનું શરૂૂ કર્યું.

Tags :
indiaindia newsISRO chiefISRO.
Advertisement
Next Article
Advertisement