શુક્રવારે રંગારંગ ઓપનિંગ સેરેમની સાથે થશે IPLનો પ્રારંભ
- અક્ષય કુમાર-ટાઇગર શ્રોફનું પરફોર્મન્સ, સોનુ નિગમ-એઆર રહેમાનનો જાદુ છવાશે
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલ શરૂૂ થવામાં હવે માત્ર બે દિવસ બાકી છે. 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી મેચથી ટૂર્નામેન્ટની શરૂૂઆત થશે. પહેલી મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. રિપોર્ટ મુજબ આઈપીએલ 2024 ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરનાર સ્ટાર્સનું લિસ્ટ સામે આવ્યું છે.
રિપોર્ટ મુજબ બોલિવુડની જાણીતી હસ્તીઓ આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી શકે છે. અક્ષર કુમાર-ટાઈગર શ્રોફ ખાસ પરફોર્મન્સ કરી શકે છે. આ સિવાય 22મી માર્ચે એમએ ચિદ્રમ સ્ટેડિયમમાં સોનુ નિગમ અને એઆર રહેમાનના અવાજનો જાદુ છવાઈ જશે. પરંતુ આ લિસ્ટને હજુ સુધી બીસીસીઆઇ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ઈંઙક 2023ની ઓપનિંગ સેરેમની ખૂબ જ યાદગાર રહી હતી. જ્યાં અરિજિત સિંહે પોતાની ગાયકીથી સૌના દિલ જીતી લીધા હતા. વુમન્સ પ્રીમિયર લીગ 2024માં બીસીસીઆઇએ પણ ભવ્ય રીતે ઓપનિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું. આઈપીએલ 2024ની પહેલી મેચ 22 માર્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમોની સામ સામે ટક્કર થશે. ફેન્સ આ મેચ જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. કારણ કે એક તરફ એમએસ ધોની હશે અને બીજી તરફ વિરાટ કોહલી હશે. હવે જોવાનું એ રહે છે કે કઈ ટીમ સીએસકે દત આરસીબી મેચ જીતે છે અને જીત સાથે ટૂર્નામેન્ટની શરૂૂઆત કરશે. આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂૂ થશે, કારણ કે તે પહેલા ઓપનિંગ સેરેમની પણ યોજાશે.