For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીને હરાવી મુંબઇની પ્લેઓફમાં ધમાકેદાર એન્ટ્રી

10:47 AM May 22, 2025 IST | Bhumika
દિલ્હીને હરાવી મુંબઇની પ્લેઓફમાં ધમાકેદાર એન્ટ્રી

મિશેલ સેન્ટનર અને જસપ્રીત બુમરાહે ઝડપી 3-3 વિકેટે

Advertisement

મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રને હરાવ્યું. આ સાથે, મુંબઈએ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને દિલ્હી પ્લેઓફમાંથી બહાર થઈ ગયું છે. આ મેચમાં, MI ટીમે પ્રથમ બેટિંગ કરી અને 180 રન બનાવ્યા. મુંબઈએ છેલ્લી 2 ઓવરમાં 48 રન ઉમેરીને આ મોટો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં દિલ્હી ફક્ત 121 રન જ બનાવી શક્યું હતું. ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ પછી મુંબઈ હવે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે.

દિલ્હી કેપિટલ્સને 181 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં તેની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે 27 રનના સ્કોર સુધીમાં દિલ્હીએ ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનિંગ કરતી વખતે કેએલ રાહુલે માત્ર 11 રન બનાવ્યા. જ્યારે ફાફ ડુ પ્લેસિસ અને અભિષેક પોરેલે છ-છ રન બનાવ્યા.
વિપ્રાજ નિગમ અને સમીર રિઝવી વચ્ચેની ભાગીદારી હજુ તો ખીલવાની શરૂૂઆત જ થઈ હતી કે વિપ્રાજ 20 રન બનાવીને આઉટ થઈ ગયો. 65 રન સુધીમાં દિલ્હીની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ અને આશુતોષ શર્મા જેવા ફિનિશર્સ પણ આ મેચમાં નિષ્ફળ સાબિત થયા. સમીર રિઝવી એક છેડે ઊભો હતો અને દબાણ હેઠળ 39 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં.

Advertisement

એક સમયે, દિલ્હીએ 5 વિકેટ ગુમાવીને 103 રન બનાવ્યા હતા, પરંતુ આગામી 18 રનમાં, તેણે છેલ્લી 5 વિકેટ પણ ગુમાવી દીધી. દિલ્હીની હાલત એટલી ખરાબ હતી કે તેના 11 બેટ્સમેનમાંથી 7 બેટ્સમેન રનના સંદર્ભમાં બે આંકડાનો આંકડો પણ સ્પર્શી શક્યા ન હતા.

મુંબઈ ઈન્ડિયન્સ માટે, મિશેલ સેન્ટનર અને જસપ્રીત બુમરાહે દિલ્હીના બેટ્સમેનો પર રિતસર તૂટી પડ્યા હતા. એક તરફ, સેન્ટનરે 4 ઓવરમાં માત્ર 11 રન આપીને 3 વિકેટ લીધી. જ્યારે બુમરાહે 3.2 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ લીધી. તેમના ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, વિલ જેક્સ અને કર્ણ શર્માએ પણ એક-એક વિકેટ લીધી.

દિલ્હી કેપિટલ્સે અચાનક બદલ્યો કેપ્ટન
IPL ની 63મી મેચમાં દિલ્હી કેપિટલ્સને મુંબઈ ઇન્ડિયન્સ સામે મોટો ઝટકો લાગ્યો. દિલ્હી કેપિટલ્સને અચાનક પોતાનો કેપ્ટન બદલવો પડ્યો, અક્ષર પટેલ ટીમની બહાર થઈ ગયો. દિલ્હી કેપિટલ્સે ફાફ ડુ પ્લેસિસને કેપ્ટન બનાવ્યો છે. જ્યારે ડુ પ્લેસિસ ટોસ કરવા આવ્યો ત્યારે તેને પૂછવામાં આવ્યું કે અક્ષર પટેલને શું થયું છે, જેના જવાબમાં તેણે જવાબ આપ્યો કે તે છેલ્લા બે દિવસથી બીમાર છે. આશા છે કે તે જલ્દી ફિટ થઈ જશે. અક્ષર પટેલે આ સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement