રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાંચમી ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં

05:00 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. એચપીસીએ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ તેની પ્રથમ ઈનિંગમાં 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. શુક્રવારે ભારતે 135/1થી તેની ઇનિંગ્સ આગળ ધપાવી હતી. અને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 1818 રનની લીડ સાથે સ્કોર 44/4 હતો.ટીમ ઈન્ડિયા તરફથી દેવદત્ત પડિકલ અને રવીન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. સરફરાઝ ખાન 56 રન બનાવીને શોએબ બશીરનો શિકાર બન્યો હતો.

Advertisement

અગાઉ શુભમન ગિલ 110 રન બનાવીને એન્ડરસનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. એન્ડરસનની આ 699મી વિકેટ છે. આ પહેલાં રોહિત શર્મા 103 રન બનાવીને આઉટ થયો હતો, તેને ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે બોલ્ડ કર્યો હતો. સ્ટોક્સે શ્રેણીમાં પ્રથમ બોલ ફેંક્યો હતો. યશસ્વી જયસ્વાલે 57 રન બનાવ્યા હતા. શોએબ બશીરે તેને આઉટ કર્યો હતો. યશસ્વી અને રોહિત વચ્ચે 104 રનની ભાગીદારી થઈ હતી. ભારતે ત્રીજા સેશનમાં 376/3ના સ્કોર સાથે પોતાની ઇનિંગ આગળ વધારી હતી. ટીમને પહેલા જ બોલ પર આંચકો લાગ્યો હતો. સરફરાઝ ખાન શોએબ બશીર સામે કટ શોટ રમવાના પ્રયાસમાં પ્રથમ સ્લિપમાં કેચ થયો હતો. તેણે 60 બોલમાં 56 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ બીજા સેશનમાં 264/1ના સ્કોર સાથે પોતાની પ્રથમ ઇનિંગ આગળ વધારી હતી. શુભમન ગિલ 110 રન બનાવીને આઉટ થયો હતો અને રોહિત શર્મા 103 રન બનાવીને આઉટ થયો હતો. જેમ્સ એન્ડરસન અને બેન સ્ટોક્સે એક-એક વિકેટ લીધી હતી.

સ્કોરકાર્ડ
યશસ્વી જયસ્વાલ 57(58)
રોહિત શર્મા 103 (162)
શુભમન ગિલ 110(150)
દેવદુત પડીકલ 64(100)રમતમાં
સરફરાજ ખાન 56(60)
રવિન્દ્ર જાડેજા 5(19) રમતમાં
કુલ 400, 90 ઓવર
વિકેટ: 104/1, 275/2, 279/3, 376/4

Tags :
cricketcricket newsindiaindia newsIndian teamSportssports news
Advertisement
Next Article
Advertisement