For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયા

06:53 PM May 20, 2025 IST | Bhumika
ipl 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે  પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયા

Advertisement

IPL 2025ની ફાઇનલ મેચને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આજેલાંબી બેઠક બાદ BCCIએ આ નિર્ણય લીધો છે. IPL 2025ની બીજી ક્વોલિફાયર મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જે 1 જૂને રમાશે.

IPLએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી શેર કરી હતી. અમદાવાદને 1 જૂને યોજાનારી ક્વોલિફાયર-2 અને 3 જૂને રમાનારી ફાઈનલ મેચનું આયોજન કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. જ્યારે ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ ચંદીગઢનું મુલ્લાનપુર સ્થિત સ્ટેડિયમ નક્કી કરવામાં આવ્યું છે. અગાઉના જૂના શેડ્યૂલમાં પ્લેઑફ અને ફાઈનલ હૈદરાબાદ અને કોલકાતાના નામ નક્કી થયા હતા.

Advertisement

70 મેચના એક્શન પેક બાદ પીસીએ સ્ટેડિયમ પર ક્વોલિફાયર -1 મેચ રમાશે. અમદાવાદના મોદી સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર-2 રમાશે. જેમાં ક્વોલિફાયર 1માં હારનારી ટીમ અને એલિમિનિટેર મેચમાં હારનારી ટીમનો આમનો-સામનો થશે. ત્યારબાદ 3 જૂને આઈપીએલની 18મી સીઝનની ભવ્ય ફાઈનલ મેચ રમાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement