For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેન્સર અંગે જાગૃતિ અને સમયસર પગલાં લેવાનું મહત્ત્વ

12:12 PM Feb 01, 2025 IST | Bhumika
કેન્સર અંગે જાગૃતિ અને સમયસર પગલાં લેવાનું મહત્ત્વ

Advertisement

એવા અનેક રોગો છે જેની સામે વિજ્ઞાન અને ટેક્નોલોજીએ હજી વધારે સંધર્ષ કરવાની આવશ્યક્તા છે જેથી મનુષ્ય જીવનને થતા અકાળ નુક્સાનથી બચાવી શકાય. મનુષ્ય સહિત આ ધરતી પરની સજીવ પ્રજાતિ જાણ્યા-અજાણ્યા અનેક રોગોની સામે છેલ્લા હજારો વર્ષોથી સંધર્ષ કરીને જિંદગીને જીતવાનો પ્રયાસ કરતી આવી છે. તેમાં થી એક રોગ છે કેન્સર. કેન્સર સામે સતત લડતા દર્દીઓ અને તેમના પરીવાર જનોની આર્થિક સાથે માનસિક સ્થિતી પણ ખૂબ સંઘર્ષપૂર્ણ હોય છે.

નિસંદેહ વર્તમાન સમયની આધુનિક સારવાર કેન્સર જેવા રોગને પરાસ્ત કરવામાં અવિરત સફળ થઈ રહી છે. કેન્સરરોગની સારવાર દરમિયાન વ્યક્તિનું મનોબળ મજબૂત રહે તે ખૂબ જરુરી છે.વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ (ઠજ્ઞહિમ ઈફક્ષભયિ ઉફુ) દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી વર્ષ 1933માં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી શરૂૂ થઈ હતી. સૌપ્રથમ વિશ્વ કેન્સર દિવસ વર્ષ 1933માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા ખાતે ઉજવવામાં આવ્યો હતો.વિશ્વ કેન્સર દિવસ સામાન્ય લોકોને કેન્સરના જોખમોથી જાગૃત કરવા, તેના લક્ષણો અને નિવારણ વિશેની જાણકારી આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ કેન્સર વિશે ફેલાયેલી ગેરસમજોને ઘટાડવા અને કેન્સરના દર્દીઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ માટે, સરકારી અને બિન-સરકારી સંગઠનો સમગ્ર વિશ્વમાં શિબિર, પ્રવચનો અને પરિસંવાદોનું આયોજન કરવામાં આવે છે.

Advertisement

કેન્સર સ્વસ્થ વ્યક્તિને પણ લાગૂ પડી શકે છે. આ માટે આપણી આસપાસનું વાતાવરણ, આહાર-વિહાર, જીવનશૈલી, તણાવ, પ્રદુષણ, ધુમ્રપાન, નશીલાદ્રવ્યોનું સેવન, પારિવારીક હિસ્ટ્રી, કુપોષણ, વ્યવસાય, ચેપ લાગવો, સ્વચ્છતાનો અભાવ જેવા અનેક કારણો જવાબદાર હોય છે. કેન્સર રોગની વાત કરીએ તો, કેન્સર થયું છે એવું માલુમ પડે ત્યાર પછી વ્યક્તિની માનસિક સ્થિતિમાં ખૂબ ફરક પડી જાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં વ્યક્તિને જ્યારે કેન્સર રોગ થયાની જાણ થાય એટલે મનથી જ હારી જાય છે અને પરિવારજનો પણ અસ્વસ્થ થઈ જાય છે, જે યોગ્ય નથી. વાસ્તવિક સ્થિતિને સ્વિકારવી એટલી સહજ નથી હોતી પરંતુ એ જ વાસ્તવિકતા છે કે હવે પછીની પ્રત્યેક ક્ષણ આ રોગને હરાવવા માટેની હોવી જોઈએ. એવા અનેક શ્રેણીબદ્ધ સફળ કિસ્સાઓ છે, જેમાં દર્દી અને પરિજનોના હકારાત્મક અભિગમથી કેન્સરને હરાવી દર્દી ફરીથી તેનું જીવન પૂર્વવત મેળવી શક્યો હોય.

કેન્સર વિષે જાણીએ તો માનવશરીર અનેક કોષોનું બનેલું છે. કોષોના સપ્રમાણ વિભાજનથી બધા અંગોનો વિકાસ થાય છે. કેટલીક આંતરિક ખામી અને બાહ્ય પરિબળોના કારણે કોષોની વૃધ્ધિ અને વિભાજનની ક્રિયાની લય તૂટી જાય છે.આથી કોષોની કાબૂ બહારની વૃધ્ધિ શરીરમાં ગાંઠ કે ચાંદા રૂૂપે દેખાય છે જેને કેન્સર કહે છે.
કેન્સર ના ઘણા પ્રકારો છે પરંતુ કેન્દ્રના મુખ્ય પ્રકારોમાં કાર્સીનોમા, લ્યુકેમિયા, લિમ્ફોમા, લિમ્ફ ગ્રંથિનું કેન્સર, સાર્કોમા ( ચરબી, સ્નાયુ, હાડકા) છે. સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મગજનું કેન્સર, યકૃત (લીવર)નું કેન્સર, મોઢાનું કેન્સર અને ફેફસાંના કેન્સરનો સમાવેશ થાય છે.
કેન્સરના સામાન્ય લક્ષણો
1. લાંબા સમયથી ન રૂૂઝાતું ચાંદુ
2. સ્તનમાં ગાંઠ/ નીપ્લ માંથી લોહી પડવું.
3. યોનિમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું.
4.લાંબા સમય સુધી અવાજ બેસી જવો.
5. ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ.
6. લાંબા સમયની ખાંસીના પ્રકારમાં ફેરફાર.
7. શરીરમાં કોઇપણ ભાગમાં ગાંઠ હોવી.
8. ઝાડા - પેશાબમાં અસામાન્ય ફેરફાર.
9.શરીરના કોઇપણ ભાગમાંથી અસામાન્યપણે લોહી પડવું.
10. તલ કે મસાના કદમાં અસામાન્ય ફેરફાર

મોંઢાનુ કેન્સર : મોઢામાં રૂૂઝ ના આવવી, ચાંદા પડી જવા, મોઢામાંથી બિલ્ડિંગ, મોઢામાં સફેદ ડાઘ (પ્રિકેન્સર), મોઢું ઓછું ખૂલવું (પ્રિ કેન્સર), ગળામાં ગાંઠ, ચાવવામાં તકલીફ, જીભ હલાવવામાં તકલીફ.

સ્વરપેટી : અવાજ ઘોઘરો થવો, શ્વાસમાં તકલીફ, ખોરાક ગળે ઉતારવામાં તકલીફ.

અન્નનળી : ખોરાક ગળે ઉતારવામાં તકલીફ, ઉતારેલો ખોરાક થોડી જ વારમાં પાછો બહાર આવી જાય છે.

જઠર : અપચો, ઊલટી, ઊલટીમાં લોહી, ખોરાકમાં અરુચિ, વજનમાં ઘટાડો.

આંતરડા : અપચો, પેટમાં દુખાવો, ખોરાકમાં અરુચિ, ઝાડા વાટે લોહી પડવું, વધતી જતી કબજિયાત, અસંતુષ્ટ પેટ સાફ થવાની અનુભૂતિ.

ફેફસાં : ઉધરસ, કફમાં લોહી, પરુ, છાતીમાં દુખાવો, શ્વાસ, ડોકમાં/બગલમાં ગાંઠ વગેરે જુદી જુદી માત્રામાં જોવા મળે છે.

છાતી : દુખાવા વગરની ગાંઠ, નીપલમાંથી લોહી, ચાંદી, બગલમાં ગાંઠ એ છાતી (બ્રેસ્ટ) કેન્સરના ચિહ્નો છે.

ગર્ભાશય : મેનોપોઝ પછી રક્તસ્ત્રાવ થવો, પેટમાં દુખાવો, સફેદ પાણી પડવાનું વગેરે.
ઉપરોક્ત લક્ષણો આમ તો સામાન્ય બીમારીમાં પણ જોવા મળે છે. પણ જો ટૂંક સમયમાં અને સામાન્ય દવાની સારવારથી ઉપરોક્ત લક્ષણો દૂર ના થાય તો તેના તરફ ધ્યાન આપીને તેની તરત, ડોક્ટરી તપાસ, નિદાન તેમજ સારવાર કરાવવી જોઇએ.

દરેક ગાંઠ કેન્સરની નથી હોતી, પરંતુ મોટાભાગનાં કિસ્સાઓમાં કેન્સરને નોતરે છે. કેન્સરની સારવાર મુખ્યત્વે ચાર પદ્ધતિઓ દ્વારા થાય છે, જેમાં શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર(રેડિયોથેરાપી) અને કિમોથેરાપી, રાહતદાયી સંભાળ(પેલિએટિવ કેર)નો સમાવેશ થાય છે. શસ્ત્રક્રિયામાં કેન્સરગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવે છે. રેડિયોથેરાપીમાં કેન્સરગ્રસ્ત કોષોનો વિકિરણની મદદથી નાશ કરવામાં આવે છે. કિમોથેરાપીમાં કેન્સર વિરોધી દવાઓ આપવામાં આવે છે, જ્યારે પેલિએટિવ કેરમાં કેન્સરનાં દુખાવા અને અન્ય તકલીફોમાં કાઉન્સેલીંગ દ્વારા માનસિક રીતે મક્કમ બનાવવાની સારવાર આપવામાં આવે છે.

કેન્સરની સારવાર ખાસ્સી લાંબી અને કષ્ટદાયક હોય છે.ઘણુંખરું લોકો કેન્સર બચી જાય છે. આમ કેન્સર ઉપર વિજય સપનું નહિ હકીકત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement