રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાનપુર પાસે કાલિંદી એકસપ્રેસને ઊથલાવવાના ષડયંત્રમાં આતંકવાદી સંસ્થા ISISનો હાથ?

05:19 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કાનપુર પાસે કાલિંદી એક્સપ્રેસને પલટાવવાના ષડયંત્ર મામલે મોટો ખુલાસો થયો છે. આ મામલે તપાસ કરી રહેલી યુપી એટીએસ, આઇબી અને એનઆઇએની ટીમનો શંકા છે કે આ ઘટનાને અંજામ કુખ્યાત આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ એ આપ્યો છે. ઘટના સ્થળ પર મળેલા તથ્યો અને પુરાવાને આધારે આશંકા જણાવવામાં આવી છે કે આઇએસઆઇએસના ખુરાસન મોડ્યુલએ આ ઘટનાને અંજામ આપ્યો છે. જો કે હાલમાં આ મામલે પકડાયેલા બંને આરોપીઓની ટીમ સતત પૂછપરછ કરી રહી છે.

આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં આ વાત સામે આવી છે. ઘણા તથ્યો અંગે હજી તપાસ બાકી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જે મોડ્યૂલ પર શક છે તેના આતંકી કટ્ટરપંથી હોય અને વુલ્ફ અટેક કરે છે. વર્ષ 2017માં મધ્યપ્રદેશમાં આવી જ ઘટનાને અંજામ આપ્યો હતો.
આ મોડ્યુલના એક આતંકી સૈફુલ્લાહનું લખનૌમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતપં. તે સમયે પણ સૈફુલ્લાહ પાસે આવી જ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી જે કાનપુરમાં રેલવે ટ્રેક પરથી મળી આવી હતી. કેસની તપાસ દરમિયાન મળી આવેલી આતંકી કડીના આધારે એજન્સીઓએ તપાસનો વિસ્તાર વધાર્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જેણે આ ઘટનાનું ષડયંત્ર રચ્યુ છે તે સેલ્ફ રેડિક્લાઇઝ છે. તેને ખુરાસન મોડ્યૂલે બ્રેન વોશ કરીને આ પ્રકારની ઘટનાને અંજામ આપવા તૈયાર કર્યો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મોડ્યુલના માસ્ટરમાઇન્ડ સોશિયલ મીડિયા દ્વારા તેમના લોકોને જેહાદીમાં પરિવર્તિત કરે છે. જે દરમિયાન તેઓનું સંપૂર્ણ બ્રેનવોશ કરવામાં આવે છે. એવી વસ્તુઓ માઇન્ડમાં ભરાવવામાં આવે છે કે તેઓ એકદમ કટ્ટર વાદી બની જાય છે. ત્યારબાદ તેઓને બોમ્બ બનાવવાની અને આત્મઘાતી બોમ્બર બનવાની તાલીમ આપવામાં આવે છે.

પોલીસને મળેલા ઈનપુટ મુજબ આ ઘટનાના માસ્ટર માઈન્ડને પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈએસ કમાન્ડર ફરતુલ્લા ઘોરી દ્વારા ઓનલાઈન ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.

Tags :
indiaindia newsISISKalindi Express
Advertisement
Next Article
Advertisement