બિહારનો ‘ધ ગ્રેટ ખલી’, ઊંચાઇ 7 ફૂટ બે ઇંચ, વજન 140 કિલો
કપડાં અને શૂઝ ખરીદવામાં મુશ્કેલી પડે છે
બાવીસ વર્ષનો હિમાંશુ સિંહા નામનો યુવક બિહારના ‘ધ ગ્રેટ ખલી’ના ઉપનામથી જાણીતો છે. કારણ તેની હાઇટ ખલી જેટલી છે. હિમાંશુ બિહારનો સૌથી ઊંચો માણસ છે અને તેની હાઇટ સાત ફુટ બે ઇંચ છે. તે બાવીસ વર્ષનો છે અને તેનું વજન 140 કિલો છે. હિમાંશુ નોર્મલ માણસ જેટલું જ ખાય છે. 4-5 રોટલી અને બે-ત્રણ ચમચી ભાત ખાય છે છતાં તેનું વજન વધારે છે.
અલબત્ત, એની પાછળ તેની હાઇટ પણ જવાબદાર છે. હિમાંશુને કપડાંલતાં અને શૂઝની ખરીદીમાં બહુ તકલીફ પડે છે, કેમ કે તેને કશું જ રેડીમેડ મળતું નથી. બધું જ પોતાના માપ મુજબ બનાવડાવવું પડે છે. જોકે એનાથી તેને વાંધો નથી.
હાઇટના બીજા ઘણા ફાયદા છે. ઊંચાઈને કારણે તે ઝુંડમાં અલગ તરી આવતો હોવાથી લોકો તેની સાથે સેલ્ફી લે છે એ તેને બહુ ગમે છે. જોકે ઘરમાં પણ તેને બહુ તકલીફ પડે છે. ઘરમાં એન્ટ્રી મારવાના દરવાજામાં જ તેનું માથું ભટકાયા કરે છે. ભણવાની સાથે હવે હિમાંશુને પણ ખલીની જેમ રેસલિંગ કરવું છે અને તે વોલીબોલનો અચ્છો પ્લેયર છે.