For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘ધ સાબરમતી રિપોર્ટ’નો જાદુ ઓસર્યો, સરકારનો સહકાર છતા કલેકશન ઘટયું

04:10 PM Nov 22, 2024 IST | Bhumika
‘ધ સાબરમતી રિપોર્ટ’નો જાદુ ઓસર્યો  સરકારનો સહકાર છતા કલેકશન ઘટયું

વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરાની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને ખૂબ જ સકારાત્મક રિવ્યુ મળ્યા છે પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી.
સારા રિવ્યુ હોવા છતાં પણ ફિલ્મ કલેક્શન કરી શકી નથી, જેના કારણે મેકર્સને નુકસાન થઈ રહ્યું છે. ફિલ્મના સાતમા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. આ ફિલ્મ અત્યાર સુધી માત્ર 1145 કરોડ રૂૂપિયા જ કલેક્શન કરી શકી છે.

Advertisement

સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે સાતમા દિવસે 1.10 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું છે. જે બાદ કુલ કલેક્શન 11.45 કરોડ થઈ ગયું છે.ફિલ્મે પહેલા દિવસે 1.25 કરોડ રૂૂપિયા, બીજા દિવસે 2.1 કરોડ રૂૂપિયા, ત્રીજા દિવસે 3 કરોડ રૂૂપિયા, ચોથા દિવસે 1.15 કરોડ રૂૂપિયા, પાંચમાં દિવસે 1.3 કરોડ રૂૂપિયા અને છઠ્ઠા દિવસે 1.55 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું છે.

સાબરમતી રિપોર્ટમાં સાત દિવસમાં માત્ર રૂૂ. 11.45 કરોડ એકત્ર થયા હતા. જે રીતે ફિલ્મનું કલેક્શન ચાલી રહ્યું છે, તે વધુ સમય સુધી સિનેમાઘરોમાં રહી શકશે નહીં.

Advertisement

ધ સાબરમતી રિપોર્ટ ગુજરાત ઉ.પરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને હરિયાણામાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. આ બધું હોવા છતાં ધ સાબરમતી રિપોર્ટની કમાણી વધી રહી નથી. હવે જોવાનું એ રહે છે કે વીકેન્ડ પર ફિલ્મની કમાણી પર કોઈ અસર પડે છે કે નહીં. આ અઠવાડિયે કોઈ મોટી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી નથી, તેથી તેને કારણે થોડો સમય મળી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement