રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારે કરી, ગરોળીના કારણે ફલાઇટ પાંચ કલાક મોડી પડી

05:18 PM Sep 03, 2024 IST | admin
Advertisement

મુંબઇ-રાંચીની ફલાઇટમાં ઘટના

Advertisement

મુંબઈથી રાંચી માટે ઊડાન ભરવાની તૈયારી કરી રહેલી ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં એક ગરોળીને લીધે હોબાળો મચી ગયો હતો. આના લીધે પાંચ કલાકથી વધુના સમય સુધી ફ્લાઈટ મોડી પડી ગઈ હતી. આમાં તપાસ કર્યા પછી ફ્લાઈટને સાંજે 6.45 વાગ્યે છેડ ટેક ઓફ કરવાની અનુમતિ મળી અને રાત્રે 9.33 વાગ્યે તે રાંચી લેન્ડ થઈ હતી. આ દરમિયાન પેસેન્જર્સ બરાબરનાં અકળાઈ ગયા હતા.

મુંબઈથી રાંચી માટે ઊડાન ભરનારી ઈન્ડિગોની એક ફ્લાઈટમાં ગરોળી ફરતી જોવા મળી હોવાનો દાવો પેસેન્જરે કર્યો હતો. આનાથી તે ગભરાઈ ગયો અને તરત એલાર્મ રિંગ કરી દીધો હતો. હવે એલાર્મ વાગી જતા ફ્લાઈટમાં બધાને જાણ થઈ ગઈ કે અહીંયા એક ગરોળી છે. આ વાત જાણી લોકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. આવું થતાની સાથે જ પછી જે 5 કલાક થયું એ તદ્દન અલગ હતું.

પેસેન્જર્સને શાંત કરવા અને સ્થિતિને કાબુમાં લેવા માટે ગ્રાઉન્ડ સ્ટાફ અને કેબિન ક્રૂએ બાદમાં ફ્લાઈટમાં ગરોળીની તપાસ શરૂૂ કરી દીધી હતી. આ દરમિયાન પાયલટે જાહેરાત કરી કે ગ્રાઉન્ડ સ્ટાફની મંજૂરી પછી જ ફ્લાઈટ ઊડાન ભરશે ત્યાં સુધી બધા જ પેસેન્જર્સને સાથ આપવા માટે વિનંતી.

હવે વધારે તપાસ કરવા માટે ફ્લાઈટમાંથી પેસેન્જર્સને ઉતારી દેવાયા હતા.
આ તપાસ લગભગ 2 કલાક સુધી ચાલી હતી અને જ્યારે ગરોળી ન મળી તો ઈન્ડિગો એરલાઈન્સના કર્મચારીઓએ તમામ પેસેન્જર્સને પ્લેનથી ઉતરવા માટે કહ્યું હતું. હવે આ પ્લેનમાં ગરોળી તો છે જ એમ પેસેન્જર્સે વાત પકડી રાખી એટલે તેમને ફરીથી સર્ચ કરવાનું શરૂૂ કર્યું હતું. પરંતુ કશુ મળ્યું નહોતું.

Tags :
e flight was delayedindiaindia newsive hours due to heavy haillizardsMumbaimumbainews
Advertisement
Next Article
Advertisement