ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહાકુંભમાં આજે માઘ પૂર્ણિમાએ કરોડો લોકોની આસ્થાની ડૂબકી

11:10 AM Feb 12, 2025 IST | Bhumika
Advertisement

વહેલી સવારમાં જ એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું, પ્રયાગરાજમાં 10 કિલોમીટર લાંબી લાઇનો, ભક્તો પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા

Advertisement

આજે માઘ પૂર્ણિમાના દિવસે મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. સંગમ કિનારાની બંને બાજુ ફક્ત ભક્તો જ દેખાય છે. માઘ પૂર્ણિમાના દિવસે લોકોનો ઉત્સાહ એટલો બધો છે કે 1 કરોડ કરતા વધુ લોકોએ વહેલી સવારે સંગમમાં ડૂબકી લગાવી.
આજે માઘ પૂર્ણિમાના દિવસે, નાગા સાધુઓના અખાડાઓએ સૌથી પહેલા સ્નાન કર્યું.

ત્યારબાદ અખાડાઓએ અને પછી સંતોએ ડૂબકી લગાવી. આ પ્રક્રિયા પછી જ સામાન્ય ભક્તોએ સ્નાન કરવાનું શરૂૂ કર્યું. આજે સંગમ કિનારે સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 46.25 કરોડથી વધુ ભક્તો મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે સમગ્ર શહેરને નો વ્હીકલ ઝોન જાહેર કરાયું હતું અને લોકો 10 કીમી સુધી ચાલીને આવી રહયા હતા.

યોગી આદિત્યનાથનું સવારના 4 વાગ્યાથી કંટ્રોલ રૂમમાં નિરીક્ષણ

પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે. વહીવટીતંત્રે અમૃત સ્નાન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. સીએમ યોગી પોતે સવારે 4 વાગ્યાથી માઘ પૂર્ણિમાના સ્નાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત, ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, મેળા વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને સમગ્ર પ્રયાગરાજ શહેરને નો વ્હીકલ ઝોન જાહેર કર્યું છે. મહાકુંભ દરમિયાન માઘ પૂર્ણિમા નિમિત્તે અત્યાર સુધીમાં 73 લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે, જેમાં 10 લાખથી વધુ કલ્પવાસીઓનો પણ સમાવેશ થાય છે.

Tags :
indiaindia newsMagh PurnimaMahakumbhMahakumbh 2025
Advertisement
Next Article
Advertisement