કાલથી કોન્કલેવ ‘વોટ ઇન્ડિયા થિંક્સ ટુ ડે’નો થશે પ્રારંભ
- ત્રિદિવસીય કાર્યક્રમમાં પીએમ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે, સાઉથ સુપરસ્ટાર અલ્લ અર્જુન, રવિના ટંડન, વાંસળીવાદક રાકેશ ચૌરસિયાનું થશે સન્માન
25મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસીય કોન્ક્લેવ વોટ ઈન્ડિયા થિંકસ ટુડે શરુ થવા જઈ રહ્યું છે જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સને ‘નક્ષત્ર સન્માન’ એનાયત કરવામાં આવનાર છે. તે સ્ટાર્સમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન, બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન અને બીજા ઘણા નામ સામેલ છે.આ કાર્યક્રમ 25 ફેબ્રુઆરીએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના સંબોધનથી શરૂૂ થશે.
વડાપ્રધાન મોદી 26 ફેબ્રુઆરીએ હાજરી આપશે. તેમના સિવાય દેશ અને દુનિયાની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. કોન્ક્લેવમાં ઘણા લોકોને નક્ષત્ર સન્માન પણ એનાયત કરવામાં આવશે.
27 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કોન્ક્લેવમાં જે સેલિબ્રિટીઝને આ સન્માન મળવાનું છે. તેમાં કેટલાક ફિલ્મ સ્ટાર્સ પણ સામેલ છે. ફિલ્મ પુષ્પા દ્વારા હલચલ મચાવનાર સાઉથ સુપરસ્ટાર અને અલ્લુ અર્જુનને આ સન્માન મળશે. તેમના સિવાય રવિના ટંડન પણ તે સ્ટાર્સમાં સામેલ છે જેમને આ સન્માન મળશે. દિલ્હી ક્રાઈમ જેવી શ્રેણીની સાથે સાથે ઘણી ઉત્કૃષ્ટ ફિલ્મોમાં પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી છાપ છોડી ચૂકેલી અભિનેત્રી શેફાલી શાહને પણ આ સન્માન આપવામાં આવશે.
કલા ક્ષેત્રે વધુ બે લોકોને પણ નક્ષત્ર સન્માન આપવામાં આવશે. જેમાં, વાંસળી વાદક અને ગ્રેમી એવોર્ડ વિજેતા રાકેશ ચૌરસિયાનું છે અને બીજું નામ ભારતીય પર્ક્યુશનિસ્ટ વી. સેલવા ગણેશનું છે. આ વર્ષે રાકેશ ચૌરસિયાની સાથે વી.સેલ્વા ગણેશને ગ્રેમી એવોર્ડ મળ્યો છે. પનક્ષત્ર સન્માનથ વિવિધ ક્ષેત્રોમાં કામ કરનારા લોકોને તેમના સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં અલ્લુ અર્જુન, રવિના ટંડન અને શેફાલી શાહ ઉપરાંત ફિલ્મ નિર્માતા અને સંગીતકાર રિકી કેજ છે. આ તમામ સ્ટાર્સ કોન્ક્લેવના પહેલા દિવસે હાજર રહેશે. આ ઈવેન્ટના બીજા દિવસે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પણ ગ્લોબલ સમિટ સેશનમાં ભાગ લેશે.