દેશમાં હોળીના તહેવારનો વેપાર રૂપિયા 50000 કરોડ
આ વર્ષે હોળીના તહેવારથી દિલ્હી સહિત દેશભરના વેપારીઓમાં એક નવો ઉમંગ અને ઉત્સાહનો સંચાર થયો છે અને વેપારના ભવિષ્યને લઈ ફરી એક વખત નવી આશા જાગી છે. ગયા વર્ષના મુકાબલે આ વર્ષે હોળીના તહેવારની સિઝનમાં દેશભરના વેપારમાં લગભગ 50 ટકાનો વધારાનું અનુમાન છે, જેના કારણે દેશભરમાં 50 હજાર કરોડથી વધારેનો વેપાર થયો છે. માત્ર દિલ્હીમાં જ તે 5 હજાર કરોડ રૂૂપિયાના વેપારની સંભાવના છે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચીની સામાનનો ના માત્ર વેપારીઓએ પણ સામાન્ય લોકોએ પણ પૂર્ણ રીતે બહિષ્કાર કર્યો છે. હોળીથી જોડાયેલા સામાનની દેશમાં આયાત લગભગ 10 હજાર કરોડની હોય છે, જે આ વખતે ના બરાબર છે.
ક્ધફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી અને ચાંદની ચોકથી ભાજપના ઉમેદવાર પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આ વખતે હોળીના તહેવારમાં વેચાણમાં ચીની સામાનનો વેપારીઓ અને ગ્રાહકોએ બહિષ્કાર કર્યો અને માત્ર ભારતમાં જ બનેલા નેચરલ રંગ અને ગુલાલ, પિચકારી, બલૂન, ચંદન, પૂજા સામગ્રી સહિત અન્ય સામાનનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે મિઠાઈઓ, ડ્રાયફ્રૂટ, ગિફ્ટ આઈટમ્સ, ફૂલ અને ફળ, કપડા, એફએમસીજી પ્રોડક્ટ સહિતના અન્ય ઉત્પાદનની પણ માગ બજારોમાં જોવા મળી રહી છે.
ખંડેલવાલે કહ્યું કે આ વર્ષે દિલ્હી સહિત દેશભરમાં મોટાપાયે હોળી સમારોહનું આયોજન થઈ રહ્યું છે, જેના લીધે બેન્કવેટ હોલ, ફાર્મ હાઉસ, હોટલ, રેસ્ટોરન્ટ અને સાર્વજનિક પાર્કમાં હોળી સમારોહનું આયોજન થઈ રહ્યું છે. જેના કારણે બે વર્ષ બાદ સારો વેપાર જોવા મળી રહ્યો છે. માત્ર દિલ્હીભરમાં નાના-મોટા મળીને 3 હજારથી વધારે હોળી મિલન સમારોહ આયોજિત થઈ રહ્યા છે.