IPLની 17મી સિઝન ભારતમાં જ રમાશે
લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ નક્કી થશે શેડ્યૂલ, અધ્યક્ષની જાહેરાત
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન ભારતમાં જ આયોજિત થવા જઈ રહી છે. આઈપીએલના અધ્યક્ષે આ વાતની પુષ્ટિ કરી છે. આ અગાઉ, લોકસભાની ચૂંટણીને કારણે, એવી અટકળો હતી કે આઇપીએલની 17મી સિઝન યુએઇ અથવા દક્ષિણ આફ્રિકામાં શિફ્ટ કરવામાં આવશે. પરંતુ હવે આ અટકળોનો અંત આવી ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની ફાઈનલ મેચ 26 મેના રોજ રમાઈ શકે છે. જો કે હજુ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ ટી-20 વર્લ્ડ કપની શરૂૂઆત પહેલા બીસીસીઆઇ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને 8 થી 10 દિવસનો સમય આપવા માંગે છે.
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા આઇપીએલના ચેરમેન અરુણ ધૂમલે દાવો કર્યો કે 17મી સિઝન ભારતમાં આયોજિત કરવામાં આવશે. અરુણ ધૂમલે કહ્યું કે, આઇપીએલની 17મી સિઝન ભારતમાં જ રમાશે. બીસીસીઆઇ ટૂંક સમયમાં આઇપીએલની 17મી સિઝનની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. અમે લોકસભા ચૂંટણીની તારીખોની રાહ જોઈ રહ્યા છીએ. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ અમે આઇપીએલની 17મી સિઝનનું શેડ્યૂલ જાહેર કરીશું.
આઈપીએલની 17મી સીઝનની ફાઈનલ મેચ 26 મે સુધી રમાઈ શકે છે. ઝ20 વર્લ્ડ કપ 5 જૂનથી શરૂૂ થવા જઈ રહ્યો છે, તેથી બીસીસીઆઇ ખેલાડીઓને તૈયારી માટે 8 થી 10 દિવસનો સમય આપી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.