For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 1 મેએ, ફાઇનલ 26 મેના

12:47 PM Mar 02, 2024 IST | Bhumika
ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 1 મેએ  ફાઇનલ 26 મેના

2 જૂનથી શરૂૂ થવા જઈ રહેલા આઈસીસી ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 1 મેએ થશે. જોકે 25 મે સુધી ટીમ ઈન્ડિયામાં ફેરફારની શક્યતા રહેશે. અમેરિકામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના અભિયાનની શરૂૂઆત 5 જૂને આયર્લેન્ડ સામે મેચથી થવાની છે. 29 જૂને ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. આઈસીસીએ તમામ ટીમોની સામે 15 ખેલાડીઓની ટીમનું એલાન કરવા માટે 1 મે સુધીનો સમય રાખ્યો છે.
રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ તરફથી 1 મે એ જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. 1 મે સુધી આઈપીએલની અડધાથી વધુ મેચ રમાઈ ચૂકી હશે અને આઈપીએલ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓએ ધ્યાન રાખવાની જરૂૂર છે. એટલુ જ નહીં આઈસીસીએ ટીમમાં પરિવર્તન કરવા માટે 25 મે સુધીનો સમય પણ આપ્યો છે. દરમિયાન આઈપીએલ ફાઈનલથી પહેલા સુધી પણ ટીમમાં પરિવર્તન જોવા મળી શકે છે. આઈપીએલ ફાઈનલ 26 મે એ રમાવાની છે.

Advertisement

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી પહેલા જ સ્પષ્ટ કરવામાં આવી ચૂક્યુ છે કે ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માની પાસે જ રહેશે. હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન હશે. આ સિવાય વિરાટ કોહલીને પણ ટી20 વર્લ્ડ કપમાં રમવાની તક મળવાની લગભગ નક્કી માનવામાં આવી રહી છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ ટી20 વર્લ્ડ કપ દરમિયાન ઝડપી બોલિંગની કમાન સંભાળતા નજર આવી શકે છે.
રોહિત શર્માની સાથે ઓપનિંગની જવાબદારી યશસ્વી જયસ્વાલ નિભાવી શકે છે. સૂર્યકુમાર યાદવ નંબર 4 પર રમી શકે છે. રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈની પાસે સ્પિન ડિપાર્ટમેન્ટની કમાન રહી શકે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement