ટેરિફ ઇફેક્ટ: સોનું-ચાંદી ઓલ ટાઇમ હાઇ, શેરબજારમાં 700 અંકની ઊથલપાથલ
24 કેરેટ સોનામાં 1.4 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીમાં 1.18 લાખ પ્રતિ કિલોનો નવો રેકોર્ડ
ટ્રમ્પનાં ટેરિફ વોરને પગલે વિશ્ર્વભરના શેરબજારમા ભારે ઉથલ પાથલ વચ્ચે આજે સોના અને ચાંદીનો ભાવ ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયો છે. રાજકોટમા હાજરમા 24 કેરેટે સોનાનો 10 ગ્રામનો ભાવ 1,04,440 જયારે ચાંદીનો 1 કિલોનો ભાવ 1,18,400 બોલાયો છે. આ સાથે જ સેન્સેકસમા દિવસ દરમ્યાન ભારે વધઘટ જોવા મળી હતી. એક તબકકે સેન્સેકસ 600 થી વધુ અંક તુટી ગયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજથી અનેક દેશોમા નવા ટેરિફ લગાવવાની જાહેરાત કરાઇ છે. ભારત પર પ0 ટકા સુધી ટેરિફ ઝીકી દેવાયો છે. જેની વિશ્ર્વનાં બુલિયન માર્કેટ પર અસર થતા કિંમતી ધાતુઓનાં ભાવમા ભારે વધારો જોવા મળ્યો હતો. ગઇકાલે ભાવ બંધ થયા બાદ આજે સોનામા પ્રતિ તોલા 890 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. જયારે ચાંદીમા પ્રતિ કિલોએ 1પ00 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. રાજકોટ માર્કેટમા આજે ર4 કેરેટ ફાઇન ગોલ્ડનો ભાવ રૂ. 1,04,440 બોલાયો હતો. જયારે ચાંદીમા 1500 રૂપિયાનો ઉછાળો નોંધાતા ચાંદી 1.18 લાખનાં રેકોર્ડ હાઇ પર પહોંચી ગઇ હતી.
સેન્સેકસમા આજે સવારે ખાસ મુવમેન્ટ જોવા મળી ન હતી. સેન્સેકસમા બપોરે 1.30 કલાકે 600 અંક જેટલો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ 3 વાગ્યે સેન્સેકસ ફરી ગ્રીન ઝોનમા ટ્રેડ થતો જોવા મળ્યો હતો. 3 વાગ્યા સુધીમા સેન્સેકસમા 796 અંકની ઉથલ પાથલ જોવા મળી હતી.