For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તમિલનાડુ: ડિંડીગુલની ની ખાનગી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 7ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત,

10:10 AM Dec 13, 2024 IST | Bhumika
તમિલનાડુ  ડિંડીગુલની ની ખાનગી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ  7ના મોત  20થી વધુ ઈજાગ્રસ્ત
Advertisement

તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એક ખાનગી હોસ્પીટલમાં ભયંકર આગ લાગી છે. આ આગમાં 7 લોકોના મોત થયા જ્યારે અન્ય 20થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે. મૃતકોમાં એક બાળક અને બે મહિલાઓ પણ સામેલ છે.

ડિંડીગુલ જિલ્લામાં ત્રિચી રોડ પર સ્થિત સિટી પ્રાઈવેટ હોસ્પિટલમાં ગઈ કાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા હતા. એટલું જ નહીં, 20થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ડિંડીગુલ જિલ્લા કલેક્ટર અને એસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે.

Advertisement

જણાવવામાં આવી રહ્યું છે કે આજે રાત્રે લગભગ 9 વાગે હોસ્પિટલ પરિસરમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી ફેલાઈ હતી અને હોસ્પિટલના આગળના ભાગને લપેટમાં લીધી હતી. આગને કારણે દર્દીઓ, એટેન્ડન્ટ્સ અને મેડિકલ સ્ટાફ સહિત 50થી વધુ લોકો હોસ્પિટલની અંદર ફસાયા હતા. માહિતી મળતાં જ ડીંડીગુલ ફાયર અને રેસ્ક્યુ સર્વિસે ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.

ધુમાડાથી અસરગ્રસ્ત દર્દીઓ અને અન્ય લોકોને તાત્કાલિક 108 ઈમરજન્સી અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી ડિંડીગુલ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન સાત લોકોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. 20થી વધુ લોકો હજુ પણ ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સહિત સાત લોકોનો સમાવેશ થાય છે.

દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ડિંડીગુલ જિલ્લા કલેક્ટર પૂંગોડી અને એસપી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીની તપાસ હાથ ધરી હતી. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement