For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગંગામાં ડૂબકીથી પાપ ધોવાતા નથી: શિંદેને ઉધ્ધવનો ટોણો

10:58 AM Feb 28, 2025 IST | Bhumika
ગંગામાં ડૂબકીથી પાપ ધોવાતા નથી  શિંદેને ઉધ્ધવનો ટોણો

Advertisement

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ચર્ચા છેડાઈ છે કે સાચો હિન્દુ કોણ છે. વાસ્તવમાં, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે તેમના તમામ શિવસૈનિક ધારાસભ્યો સાથે મહાકુંભમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી, પરંતુ ઠાકરે પરિવાર ત્યાં ગયો ન હતો. શિંદેએ આને મુદ્દો બનાવ્યો હતો અને કહ્યું હતું કે કેટલાક લોકો પોતાને હિન્દુ કહેવાથી પણ ડરે છે. હવે ઉદ્ધવ ઠાકરેએ આ આરોપોનો જવાબ આપ્યો છે.

એક કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ગંગા સ્નાન કરવાથી કોઈ પાપ ધોવાતું નથી. મહારાષ્ટ્ર સાથે દગો કરીને તેઓએ જે પાપ કર્યું છે.

Advertisement

તે અનેકવાર ગંગામાં સ્નાન કરીને પણ ધોવાશે નહીં. હું ગંગાને માન આપું છું, એમાં ડૂબકી મારવાનો શો ફાયદો? ભૂસકો લીધા પછી પણ દેશદ્રોહીનું લેબલ હટવાનું નથી.
હવે ઉદ્ધવે શિંદેનું નામ લીધા વગર ન માત્ર નિશાન સાધ્યું છે, પરંતુ તેમણે ભાજપને પણ આડે હાથ લીધું છે. એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે ભાજપને ભગવાન રામના મહત્વ વિશે કહેવાની જરૂૂર નથી. સત્તાની લગામ એ લોકોના હાથમાં છે જેમનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ યોગદાન નહોતું, જ્યારે મહારાષ્ટ્ર ચળવળમાં જેમનું કોઈ યોગદાન ન હતું તેઓ અહીં સત્તામાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement