પંજાબ બોર્ડરેથી શંકાસ્પદ પાકિસ્તાની નાગરિક ઝબ્બે
ભારત-પાકિસ્તાન સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (ઇજઋ)એ એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે, કારણકે તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પંજાબના ગુરદાસપુર જિલ્લાના ઠાકુરપુર ગામ નજીક ભારતીય વિસ્તારમાં પ્રવેશ્યો હતો. આ અંગે બીએસફના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની નાગરિક અજાણતાં ભારતીય સરહદમાં પ્રવેશ્યો હતો અને તેની પાસેથી કંઈ વાંધાજનક વસ્તુ મળી નથી. બીએસફએ ધરપકડ કરાયેલ નાગરિકને વધુ તપાસ માટે પંજાબ પોલીસને સોંપી દીધો હતો.
બીએસફ પંજાબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ડ) પર પોસ્ટ કરીને માહિતી આપતાં હતી. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે પ2024ની 16મી ફેબ્રુઆરીએ બીએસફ સૈનિકોએ સરહદ નજીક એક પાકિસ્તાની નાગરિક જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ગુરદાસપુર જિલ્લાના ઠાકુરપુર ગામ નજીક ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યો ત્યારે તેને પકડ્યો હતો. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે પકડાયેલા પાકિસ્તાની નાગરિક અજાણતાં ભારતીય વિસ્તારમાં પહોંચી ગયો હતો અને તેની પાસેથી કંઈ વાંધાજનક વસ્તું મળી ન હતી.
આ સાથે જ બીએસફએ આ નાગરિકને વધુ તપાસ માટે પંજાબ પોલીસને સોંપી દીધો હતો.