For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ-કેજરીવાલે ગજવેલા કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં સુરેશ કલમાડીને 14 વર્ષે ક્લિન ચિટ

04:34 PM Apr 29, 2025 IST | Bhumika
ભાજપ કેજરીવાલે ગજવેલા કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં સુરેશ કલમાડીને 14 વર્ષે ક્લિન ચિટ

વર્ષ 2010 બાદ સમગ્ર દેશમાં કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડની ભારે ચર્ચા હતી, આ મુદ્દે અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ અને ભાજપ દ્વારા મોટાપાયે આંદોલનો કરાયા હતા.જોકે અંતે ખોદ્યો પહાડ અને નિકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો છે. કેમ કે આ મામલે મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી એજન્સી ઇડીએ દિલ્હીની કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો અને કેસ બંધ કરવા કહ્યું હતું.

Advertisement

કોર્ટે તેને સ્વીકારી લીધો છે અને કેસ બંધ કરી દીધો છે. આ એ જ કહેવાતું કૌભાંડ હતું જેને પગલે દિલ્હીમાં શિલા દિક્ષિતની કોંગ્રેસ સરકારે સત્તા ગુમાવવી પડી હતી. જોકે, 13 વર્ષે કોઇ કૌભાંડ થયું જ ન હોવાનું સામે આવ્યું છે.

દિલ્હીમાં વર્ષ 2010માં કોમનવેલ્થ ગેમ્સ યોજાઇ હતી જેમાં અનેક દેશોએ ભાગ લીધો હતો. આ કોમનવેલ્થ ગેમ્સમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો થયા હતા. ગેમ્સનું આયોજન કરનારી ઓર્ગેનાઇઝિંગ કમિટીના તત્કાલીન ચેરમેન સુરેશ કલમાડી, તત્કાલીન સેક્રેટરી જનરલ લલીત ભનોટ સહિત અનેક સામે સીબીઆઇ બાદ ઇડીએ મની લોન્ડરિંગની તપાસ શરૂૂ કરી હતી.

Advertisement

આ કૌભાંડની દેશભરમાં ભારે ચર્ચા થઇ હતી અને અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ તેમજ ભાજપના નેતાઓ દ્વારા તત્કાલીન કોંગ્રેસ સરકાર સામે મોટાપાયે આંદોલન થયું હતું. ભ્રષ્ટાચારના આરોપોને પગલે કોંગ્રેસે દિલ્હી તેમજ બાદમાં કેન્દ્રમાં સત્તા ગુમાવવી પડી હતી. દિલ્હીની કોર્ટના વિશેષ જજ સંજીવ અગરવાલે નોંધ્યું હતું કે ભ્રષ્ટાચારના મામલામાં ઈઇઈં અગાઉ જ કેસ બંધ કરી ચુકી છે, કાર્યવાહીને ધ્યાનમાં રાખીને મની લોન્ડરિંગની તપાસ શરૂૂ કરી હતી. જોકે, હવે ઊઉએ કહ્યું છે કે તેની આ સમય દરમિયાનની સમગ્ર તપાસમાં મની લોન્ડરિંગનો ગુનો થયો હોવાનું સામે નથી આવ્યું. તપાસ એજન્સી આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે અને ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે જેનો સ્વીકાર કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement