For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસના 12 આરોપીઓના છૂટકારો ફરમાવતા બોમ્બે હાઈકોર્ટના ચૂકાદા સામે સુપ્રીમનો સ્ટે

06:02 PM Jul 24, 2025 IST | Bhumika
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસના 12 આરોપીઓના છૂટકારો ફરમાવતા બોમ્બે હાઈકોર્ટના ચૂકાદા સામે સુપ્રીમનો સ્ટે

સુપ્રીમ કોર્ટે 2006 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલે નિર્દોષ ઠેરવાયેલા 12 આરોપી (જેમાં એક મૃતક એટલે કે કુલ 11) ને મુક્ત કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર રોક મૂકી છે. સુપ્રીમ કોર્ટે આરોપીઓને મુક્ત કરવાના હાઈકોર્ટના નિર્ણય વિરૂૂદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજીને ધ્યાનમાં લેતાં રોક મૂકી છે.

Advertisement

સુપ્રીમ કોર્ટે એ વાતને પણ ધ્યાને લીધી કે તમામ આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે. કોર્ટે એમ પણ કહ્યું કે મુક્ત કરાયેલા કુલ 12 આરોપી (એક મૃતક આરોપી)ને ફરીવાર જેલમાં નહીં ધકેલાય. તેમની ધરપકડ નહીં કરી શકાય. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જ્યાં સુધી આરોપીઓની સ્વતંત્રતાનો સવાલ છે હું સતર્ક છું. તેની સામે કોર્ટે કહ્યું કે અમે નોટિસ ઈશ્યૂ કરીશું.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે હું બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે સ્ટે ઇચ્છું છું પણ તેમને ફરીવાર જેલમાં પૂરવાનો મારો ઉદ્દેશ્ય નથી. તે પહેલાથી જ મુક્ત છેપણ મકોકા હેઠળ ચાલી રહેલા અન્ય કેસ પર તેની અસર થશે.

Advertisement

તેની સામે કોર્ટે કહ્યું કે અમને જણાવાયું છે કે તમામ આરોપીઓને મુક્ત કરી દેવાયા છે એટલા માટે તેમને પાછા જેલ મોકલવાનો સવાલ જ નથી. ઉલ્લેખનીય છે કે 11 જુલાઈ 2006ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 180થી વધુ લોકોના મોત થયા હતા અને 800થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બોમ્બે હાઇકોર્ટે 11 જુલાઈ, 2006ના રોજ થયેલા મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ મુદ્દે 21 જુલાઈના રોજ સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે આ મામલે નીચલી કોર્ટમાં દોષિત ઠરેલા 12માંથી 11 આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતાં. જ્યારે એક આરોપીની અપીલ પ્રક્રિયા દરમિયાન મોત થઈ હતી. 19 વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ પાસે દબાણપૂર્વક ગુનો કબૂલાવવામાં આવ્યો છે. જે કાયદાકીય રીતે માન્ય નથી.

હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચે જણાવ્યું હતું કે, આ મામલે રજૂ કરવામાં આવેલા પુરાવા વિશ્વસનીય નથી. અનેક સાક્ષીઓની જુબાની સંદિગ્ધ હતી. રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ હતી. અમુક સાક્ષીઓ વર્ષો સુધી ચૂપ રહ્યા અને બાદમાં અચાનક આરોપીની ઓળખ કરવા લાગ્યા, જે અસામાન્ય છે. ઉલ્લેખનીય છે, આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવતાં પોલીસ અને સીબીઆઇની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે કે, તેઓ 19 વર્ષ બાદ પણ આ બ્લાસ્ટના વાસ્તવિક આરોપીની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી.થ

Advertisement
Tags :
Advertisement
Advertisement