વકફ એક્ટના અમલ સામે સાત દિવસનો મનાઈ હુકમ ફરમાવતી સુપ્રીમ કોર્ટ,અઠવાડિયામાં જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશ
વકફ એક્ટ અંગે દાખલ કરાયેલી અરજીઓ પર આજે બીજા દિવસે એટલે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. પરંતુ તે જ સમયે કોર્ટે કહ્યું છે કે વકફ મિલકતમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે વકફની સ્થિતિ એ જ રહેશે.
તમને જણાવી દઈએ કે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે 73 અરજીઓ પર સુનાવણી કરી હતી. કોર્ટમાં કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી, જ્યારે મુસ્લિમ સંસ્થાઓ અને વ્યક્તિગત અરજદારો વતી કપિલ સિબ્બલ, રાજીવ ધવન, અભિષેક સિંઘવી, સીયુ સિંહે દલીલ કરી હતી.
ગઈકાલે એટલે કે બુધવારે પણ આ અંગે સુનાવણી થઈ હતી. બેન્ચે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને બોર્ડમાં બિન-મુસ્લિમોના સમાવેશ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કેન્દ્રને પૂછ્યું હતું કે શું તે હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છે.