For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવી ઉપાધિ, સુનિતા વિલિયમ્સના અવકાશયાનમાં વિચિત્ર અવાજ શરૂ

05:08 PM Sep 03, 2024 IST | admin
નવી ઉપાધિ  સુનિતા વિલિયમ્સના અવકાશયાનમાં વિચિત્ર અવાજ શરૂ

સહયાત્રીએ નાસાને માહિતી આપી

Advertisement

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલમોર, જેઓ જૂનમાં 8 દિવસના મિશન પર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયા હતા, ટેકનિકલ ખામીને કારણે હજુ પણ ત્યાં અટવાયેલા છે. હવે વિલ્મોરે કહ્યું છે કે બોઇંગ સ્ટારલાઇન સ્પેસક્રાફ્ટમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા છે.સુનીતા વિલિયમ્સ સાથે અવકાશમાં ફસાયેલા અમેરિકન સ્પેસ એજન્સી નાસાના એક અવકાશયાત્રીએ આપેલી માહિતી ચોંકાવનારી છે.
શનિવારે પોતાના રિપોર્ટમાં આ અવકાશયાત્રીએ કહ્યું છે કે બોઈંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા છે. બીજા જ દિવસે જ્યારે આ અવાજો સંભળાયા ત્યારે અવકાશયાન પૃથ્વી પર પાછા ફરવા માટે તેની યાત્રા શરૂૂ કરવાનું હતું.

અવકાશયાત્રી બૂચ વિલ્મોરે હ્યુસ્ટનમાં સ્થિત જોન્સન સ્પેસ સેન્ટરમાંથી રેડિયો પર આ અવાજ વિશે માહિતી માંગી હતી. આ વાતચીતના ઓડિયો રેકોર્ડિંગમાં વિલ્મોરે ફોનના સ્પીકરને એવી રીતે રાખ્યું હતું કે મિશન કંટ્રોલ સ્પેસક્રાફ્ટમાંથી આવતા અવાજને સાંભળી શકે. સમયાંતરે, વિલ્મોરના રેડિયો પરથી વિચિત્ર અવાજો સંભળાતા હતા.સાઉન્ડ ચેકિંગ શરૂૂ કરવામાં આવ્યું છેમિશન કંટ્રોલ પહેલા તો કંઈ સમજી શક્યું નહીં, આ પછી વિલ્મોરે ફરીથી અવાજ વગાડ્યો. મિશન કંટ્રોલે તપાસ શરૂૂ કરી છે, તેના વિશેની માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.

Advertisement

વિલ્મોરના જણાવ્યા અનુસાર, આ અવાજ અવકાશયાનમાં લગાવેલા સ્પીકરમાંથી આવી રહ્યો હતો. બોઈંગનું સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ હવે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છોડવા જઈ રહ્યું છે. ઓટોપાયલટની મદદથી તેને પૃથ્વી પર પરત લાવવાની યોજના છે. આનો અર્થ એ છે કે તેને કોઈ અવકાશયાત્રી દ્વારા પૃથ્વી પર લાવવામાં આવશે નહીં પરંતુ તે તેની જાતે જ પરત આવશે. તે ન્યૂ મેક્સિકોના રણમાં નીચે આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement