For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો-તોડફોડ, કુંભમાં ભીડ-પોલીસ વચ્ચે ઘર્ષણ

11:34 AM Jan 28, 2025 IST | Bhumika
ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો તોડફોડ  કુંભમાં ભીડ પોલીસ વચ્ચે ઘર્ષણ
હરપાલપુર સ્ટેશન પરનો બનાવ, ટ્રેનને તાત્કાલિક રોકી દેવાઈ, મુસાફરોમાં ભારે ભયનો માહોલ 
સંગમ શહેરમાં ચાલી રહેલા મહા કુંભ વચ્ચે ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર ટોળાના હુમલાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજ જઈ રહેલી ટ્રેન પર હરપાલપુર સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના પગલે મુસાફરોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો અને ટ્રેનને તાત્કાલીક રોકી દઈને રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અન્ય બીજા બનાવમાં ગઈકાલે VVIP મૂવમેન્ટને કારણે અમુક રસ્તા ડાયવર્ટ કરાયા હતાં અને તેના પગલે પોન્ટુન બ્રિજ નંબર-15 બંધ કરવામાં આવ્યો હતો. જેથી ઉપસ્થિત લોકોએ સેક્ટર-20માં વિરોધ શરૂ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું આ પછી ભીડ હિંસક બની ગઈ લોકોએ એસડીએમ સદરની કારમાં તોડફોડ કરી હતી. પરંતુ થોડા વિરોધ પછી જ પોલીસ દ્વારા અમુક રસ્તાઓ ફરીથી ચાલુ કરી દેવાતા ફરીથી પૂર્વવત સ્થિતિ કરી દેવાઈ હતી.
આ પહેલા હજારો ભક્તો બેરિકેડ તોડીને મેળામાં અંદર ઘુસ્યા હતાં. ગઈકાલે એટલીબધી ભીડ હતી કે, પોલીસ કર્મીઓ પણ લોકોને રોકવાની હિંમત એકઠી કરી કરી શક્યા નહીં જો કે, અધિકારીઓના આદેશ પર પોન્ટુન પુલ 13, 14 અને 15 ખોલવામાં આવ્યા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement