ટ્રમ્પના 50 ટકા ટેરિફ સામે શેરબજાર કડડભૂસ, ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, આ 10 શેર તૂટીને તળિયે
આવતીકાલથી ભારતીય માલ પર પ0 ટકા ટેરિફ લાગવાનુ અમેરીકાનુ નોટીફીકેશન જાહેર થતા જ ભારતીય શેરબજારમા ભારે વેચવાલી જોવા મળી છે. ટ્રેડીંગની શરૂઆતથી સેન્સેકસ અને નિટીમા મોટા કડાકા નોંધાયા છે. ઓપનિંગ સેશનમા સેન્સેકસ 706 અંક ડાઉન જોવા મળ્યો હતો જયારે નિફટીમા પણ ર1ર અંકનો ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એકઝીબીટીવ ઓર્ડર બહાર પાડીને એક મહીના અગાઉ ભારત પર 25 ટકા ટેરિફ ઉપરાંત વધારાનાં રપ ટકા પેનલ્ટી નાખવાની જાહેરાત કરાઇ હતી. જેનુ સતાવાર નોટીફીકેશન ગઇકાલે બહાર પડયુ હતુ. પરીણામે આજે સવારે શેરબજાર ખુલ્તાની સાથે ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
ગઇકાલે 81635 નાં લેવલ પર બંધ થયેલા સેન્સેકસ આજે 258 અંક ઘટીને 81377 પર ખુલ્યો હતો. ભારે વેચવાલીથી સેન્સેકસે સવારે 10 વાગ્યા પહેલા 81000 ની સપાટી ગુમાવી દીધી હતી. ઓપનીંગ સેશનમા 688 અંક તુટીને 80947 પર ટ્રેડ થયો હતો. નિફટીમા પણ ભારે વેચવાલી જોવા મળી હતી. ગઇકાલે 24667 નાં લેવલ પર બંધ થયેલ નીફટી આજે ઓપનીંગ સેસન્સમા ર1ર અંક તુટીને ર4755 પર ટ્રેડ થઇ હતી.
આજે બેકિંગ, મેટલ અને ફાર્મા શેરોમા ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત વોડાફોન આઇડીયાનો શેર 9 ટકા તુટયો હતો.