For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર ધરાશાયી, સેન્સેકસમાં 700થી વધુ અંકનું ગાબડુ

05:16 PM Aug 08, 2025 IST | Bhumika
ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર ધરાશાયી  સેન્સેકસમાં 700થી વધુ અંકનું ગાબડુ

ભારતમાંથી થતી આયાત પર અમેરીકાએ પ0 ટકા ડયુટી ઝીકયા બાદ હવે ટેરિફ અંગે કોઇપણ વાટાઘાટો કરવાની પણ સ્પષ્ટ ના પાડી છે. જેથી ભારતીય શેરબજારમા આજે ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેકસમા પ્રારંભીક ક્ષેત્રમા પ00 થી વધુ અંકનો ઘટાડો નોંધાયો હતો જયારે નિફટી પણ 140 થી વધુ અંક તુટીને 24500 નીચે પહોંચી ગઇ હતી. બપોરે 3 વાગ્યે સેન્સેકસ 7રપ અંક ઘટીને 79897 નાં લેવલ પર ટ્રેડ થયો હતો. જયારે નિફટી બપોરે 3 કલાકે ર43પ3 પર ટ્રેડ થઇ હતી.

Advertisement

ગઇકાલે 900 થી વધુ અંકની ઉથલ પાથલ બાદ સેન્સેકસ લગભગ ફલેટ બંધ થયો હતો. જયારે આજે સેન્સેકસ ગઇકાલનાં 80623 નાં બંધ સામે આજે 80478 પર ખુલ્યો હતો. થોડીક મીનીટોમા સેન્સેકસમા પ21 અંકનો કડાકો નોંધાતા 80102 પર ટ્રેડ થયો હતો. જયારે નિફટી પણ ગઇકાલનાં 24596 નાં બંધ સામે આજે 52 અંક ઘટીને ર4પ44 પર ખુલી હતી. પરંતુ થોડી મીનીટોમા જ 157 થી વધુ અંકનો કડાકો નોંધાતા ર4437 પર ટ્રેડ થઇ હતી.

આજે આઇટી અને ફાઇનાન્સ સેકટરના શેરોમા ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ફોસીસ, ભારત ઇલેકટ્રોનીકસ, ઇટરનર, એકિસસ બેંક અને એચડીએફસી બેંકનાં શેરોમા આજે ભારે કડાકો જોવા મળ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement