મસ્જિદમાં જયશ્રીરામ બોલવું એ ધર્મ વિરોધી કૃત્ય નથી: કર્ણાટક હાઈકોર્ટ
આરોપીને નિર્દોષ જાહેર કરી તમામ ગુનાઓને રદ કરવા સુચના આપી
કર્ણાટકા હાઈકોર્ટએ મસ્જિદની અંદર જય શ્રી રામના નારા લગાવવા ઉપર એક અનોખો ચુકાદો જાહેર કર્યો છે. કર્ણાટકા હાઈકોર્ટએ જણાવ્યું છે કે, મસ્જિકની અંદર જય શ્રી રામ બોલવું એ કોઈપણ પ્રકારનું ગેરકાનૂની કૃત્ય ન હોવાનું જાહેર કર્યું છે.
દક્ષિણ કન્નડના રહેવાસી બે વ્યક્તિઓ વિરુદ્ધ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક સ્થાનિક મસ્જિદમાં ધૂસ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતાં. ત્યારે આ ઘટનાને પગેલ પોલીસે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરીને કર્ણાટકા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે તાજેતરમાં કર્ણાટકા હાઈકોર્ટએ આ અંગે સુનાવણી હાથ ધરી હતી. તે દરમિયાન કર્ણાટકા હાઈકોર્ટએ આ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
જોકે કન્નડ પોલીસ દ્વારા આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા અનુસાર કલમ 295 એ, 447 અને 506 સહિત અનેક કલમો દાખલ કરીને કેસ તૈયાર કર્યો હતો. ત્યારે આરોપીઓએ પોતાના ઉપર લગાવવામાં આવેલા ગુનાઓને પડકાર આપતી અરજી કર્ણાટકા હાઈકોર્ટમાં કરી હતી. તેથી કર્ણાટકા હાઈકોર્ટએ કેસની જીણવટ તપાસ કરીને તેમને નિર્દોષ જાહેર કર્યો છે. તે ઉપરાંત કન્નડ પોલીસે તેમની વિરુદ્ધ દાખલ કરાવમાં આવેલા તમામ ગુનાઓને રદ કરવાની સૂચના પાઠવી છે.
કર્ણાટકા હાઈકોર્ટમાં સુનાવાણી દરમિયાન આરોપીઓના વકીલે કલમ 295એ મુજબ જય શ્રી રામના નારા લગાવવા અપરાધિક માનવામાં નથી આવતું, તે જણાવ્યું હતું. કારણ કે કલમ 295એ ઈરાદાપૂર્વક કોઈપણ વર્ગ અને ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલી ભાવનાઓને નુકસાન પહોંચાડતા કૃત્યને અનુલક્ષે છે. કર્ણાટકા હાઈકોર્ટ એ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટનું માનવું છે કે કોઈપણ અને દરેક કૃત્ય આઈપીસીની કલમ 295અ હેઠળ ગુનો ગણાશે નહીં. આ અરજદારો સામે આગળની કાર્યવાહીને મંજૂરી આપવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ અને ન્યાયની કસુવાવડ હશે.